મોબાઇલ અને લેપટોપ હવે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ગયા છે. ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય કે મનોરંજન—દિવસનો ઘણો સમય સ્ક્રીન સામે પસાર થાય છે. પરંતુ કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસવાની આદત શરીર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મોબાઇલ કે લેપટોપ સીધા હાડકાંને નુકસાન પહોંચાડે છે એવું કહી શકાય નહીં. સમસ્યા મુખ્યત્વે લાંબા સમય સુધી એક જ postureમાં રહેવા, ખોટી રીતે બેસવા અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાથી ઊભી થાય છે. તેની અસર ખાસ કરીને ગરદન, ખભા અને કમરના ભાગમાં જોવા મળી શકે છે.
મોબાઇલ જોતી વખતે ગરદન પર કેમ આવે છે ભાર?
મોબાઇલનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણીવાર માથું નીચે ઝુકાવીને લાંબા સમય સુધી સ્ક્રીન જોતા હોઈએ છીએ. આ સ્થિતિમાં ગરદનના સ્નાયુઓ પર સતત તાણ રહે છે.

આ કારણે ગરદનમાં દુખાવો, stiffness અથવા ખભામાં ખેંચાણ જેવી ફરિયાદ થઈ શકે છે. મોબાઇલનો લાંબા સમય સુધી ઉપયોગ અને આવી postureને કારણે થતી ગરદનની તકલીફને સામાન્ય રીતે ‘Text Neck’ તરીકે ઓળખવામાં આવે છે.
જોકે દરેક વ્યક્તિમાં તેની અસર સમાન હોતી નથી. મોબાઇલનો ઉપયોગ કેટલો સમય થાય છે, વ્યક્તિ કેવી રીતે બેસે છે, તેની શારીરિક સ્થિતિ અને દૈનિક activity જેવી બાબતો પણ મહત્વની છે.
લેપટોપ સામે કલાકો સુધી બેસવાથી કમરનો દુખાવો :
ઘણા લોકોનું કામ એવું હોય છે કે તેમને દરરોજ લાંબા સમય સુધી લેપટોપ અથવા કમ્પ્યુટર સામે બેસવું પડે છે. જો સ્ક્રીનની ઊંચાઈ યોગ્ય ન હોય, ખુરશી અનુકૂળ ન હોય અથવા બેસવાની રીત ખોટી હોય તો ગરદન, ખભા અને કમર પર વધારાનો ભાર પડી શકે છે.
ખાસ કરીને સતત એક જ સ્થિતિમાં બેસી રહેવાને બદલે વચ્ચે ઊભા થવું, થોડું ચાલવું અને posture બદલવું જરૂરી છે.
ઓર્થોપેડિક ડૉક્ટર શું કહે છે?
અમદાવાદની એલ.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા સિનિયર ડૉક્ટર ભાવિક દલાલ સાથે થયેલી વાતચીતમાં યુવાનોમાં વધી રહેલી આવી સમસ્યાઓ અંગે કેટલાક મહત્વના મુદ્દાઓ સામે આવ્યા.

1. શું મોબાઇલ અને લેપટોપના વધુ ઉપયોગથી યુવાનોમાં ગરદન, ખભા અને કમરનો દુખાવો વધી શકે?
મોબાઇલ કે લેપટોપ પોતે હાડકાંને નુકસાન કરે છે એવું કહી શકાય નહીં. પરંતુ લાંબા સમય સુધી એક જ postureમાં બેસવું અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરવી ચોક્કસપણે સમસ્યા ઊભી કરી શકે છે.
ખાસ કરીને યુવાનોમાં નિયમિત physical activity અને યોગ્ય posture અંગે જાગૃતિ હોવી જરૂરી છે. કામ કે અભ્યાસ દરમિયાન લાંબો સમય એક જ સ્થિતિમાં બેસવાનું ટાળવું જોઈએ.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



