પેટ ફુલી જવું, એસિડીટી, ગેસ જેવી તકલીફોમાં તુરંત રાહત માટે લેમન જીંજર શોટ અસરકારક ઘરેલુ ઉપાય ગણાય છે. આદુ અને લીંબુનું આ જાદુઈ ડ્રિંક દવા વિના ફુલેલા પેટની તકલીફ દુર કરી શકે છે.
જમવાનો અનિયમિત સમય, વધારે પડતું તળેલું કે મસાલેદાર ભોજન અને બેઠાડું જીવન શૈલીના કારણે બ્લોટીંગ, ગેસ, પેટ ભારે થઈ જવું, એસીડીટી જેવી તકલીફો વધારે થાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને રોજ સવારે પેટ ફુલેલું રહે છે. આ સમસ્યાને બ્લોટીંગ કહેવાય છે. બ્લોટીંગ ના કારણે બેચેનીનો અનુભવ થાય છે. બ્લોટીંગથી રાહત મેળવવા માટે આદુ અને લીંબુનો આ ઉપાય જાદુની જેમ કામ કરી શકે છે.
લોકોનું માનવું છે કે બ્લોટીંગથી રાહત મેળવવા માટે આ ઉપાય અક્સિર છે. જો પેટ ફૂલી ગયું હોય, બેચેની થતી હોય કે પછી છાતીમાં બળતરા જેવી તકલીફ થતી હોય તો લીંબુ અને આદુ મિક્સ કરીને ખાસ શોટ બનાવીને પી લો. આ શોટ પીવાથી દવા વિના પેટની તકલીફોથી રાહત મળી શકે છે.

લેમન જીંજર ડ્રીંક કઈ રીતે બને ?
પેટ ફૂલી ગયું હોય કે ગેસ થયો હોય તો તેનાથી તુરંત છુટકારો મેળવવા માટે લેમન જીંજર શોટ પી શકાય છે. બ્લોટીંગ અને ગેસથી છુટકારો મેળવવા માટે લેમન જીંજર શોટ બનાવવા હોય તો. 2 ઇંચનો આદુનો ટુકડા લઈ તેને ખમણી અને તેનો રસ કાઢી લો. આદુના રસમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આદુ અને લીંબુના રસમાં ત્રણ ચમચી હૂંફાળું પાણી ઉમેરો. ત્યાર પછી તેમાં જરૂર અનુસાર સંચળ ઉમેરો. હવે આ પાણીને પી લેવું. આદુ અને લીંબુનો રસ પીધા પછી 30 મિનિટ સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં.
આદુમાં રહેલા પોષકતત્વો અને લીંબુ સાથે મળી પેટના સ્નાયૂને આરામ આપે છે અને ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. લીંબુ પાચન તંત્રને એક્ટિવ કરે છે. જેના કારણે આ શોટ તુરંત અસર કરે છે.
લેમન જીંજર શોટ આ રીતે બનાવીને પીવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે. જ્યારે પણ ભોજનનો સમય બદલી ગયો હોય કે પછી મોડી રાત્રે જમ્યું હોય અને તેના કારણે બ્લોટિંગ થઈ જાય કે પછી ગેસ થઈ જાય તો તેનાથી રાહત મેળવવા માટે તમે આ ડ્રિંક બનાવીને પી શકો છો. જો ગેસ અને બ્લોટીંગની સમસ્યા રોજ રહેતી હોય તો થોડા દિવસ રોજ આ ડ્રિન્ક પી શકો છો. ધીરે ધીરે બ્લોટીંગની સમસ્યાથી રાહત મળી જશે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



