ભારતમાં બાળકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે. સ્થૂળતાની સમસ્યા નાનપણથી હોય તો તે બાળકના સ્વાસ્થ્યને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. એટલા માટે જ જરૂરી છે કે બાળકના વજન પર નાનપણથી નજર રાખવામાં આવે.
સ્થૂળતા એક એવી સમસ્યા છે જે પોતાની સાથે ગંભીર રોગ પણ લઈ આવે છે. સ્થૂળતા એટલે કે વધારે વજન બેઠાડું જીવનશૈલી, સ્ટ્રેસ, અનિયમિત દિનચર્યા અને ખરાબ આહારના કારણે થતી સમસ્યા છે. જોકે ભારતમાં બાળકોમાં પણ સ્થૂળતાની સમસ્યા વધતી જોવા મળે છે. રિસર્ચ અનુસાર જે બાળકોને નાનપણથી જ સ્થૂળતા હોય તેમને ભવિષ્યમાં ગંભીર રોગો થવાનું જોખમ સામાન્ય કરતાં વધી જાય છે.

વર્લ્ડ ઓબેસિટી એટલસ ની રિસર્ચ અનુસાર ભારતમાં બાળકોમાં સ્થૂળતા ગંભીર સમસ્યા છે. ચાઈલ્ડહુડ ઓબેસિટી ભવિષ્યમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયની બીમારીઓનું કારણ બની શકે છે. એક અંદાજ મુજબ ભારતમાં કરોડો બાળકો સ્થૂળતાનો શિકાર છે. જેના કારણે એટલસનું અનુમાન છે કે 2040 સુધીમાં ભારતમાં બે કરોડ જેટલા બાળકો સ્થૂળતાગ્રસ્ત હશે. આવા બાળકોને ગંભીર રોગ થવાનું જોખમ પણ વધી જાય છે. 5થી 19 વર્ષની વયના બાળકોમાં જો સ્થૂળતા જોવા મળે તો અત્યારથી જ અલગ અલગ પ્રયત્નો શરૂ કરી વજન કંટ્રોલમાં કરવું આવશ્યક છે નહીં તો આવા બાળકોને હાયપરટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ, ડાયાબિટીસ થવાનું જોખમ વધી જશે.
બાળકોમાં સ્થૂળતાના કારણો
હાઈ કેલેરી ફૂડ
સુગરી કોલ્ડ ડ્રિંક્સ
ફાસ્ટ ફૂડ
વધારે પડતું પ્રોસેસ્ડ ફૂડ
પોષણયુક્ત આહારનો અભાવ
શારીરિક સક્રિયતા ઓછી હોવી
નાનપણથી બેઠાડું જીવન શૈલી
ઊંઘનો અભાવ
કેટલાક કિસ્સામાં આનુવંશિક કે પારિવારિક કારણોને લીધે પણ બાળકોમાં સ્થૂળતા જોવા મળે છે

વધારે વજનના કારણે જોખમ
બાળકોમાં વધારે વજન હોય તો ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે, આ સિવાય કોલેસ્ટ્રોલ અને હાઇપરટેન્શન જેવી તકલીફ પણ થઈ શકે છે, નાની ઉંમરમાં જ હાર્ટ સંબંધિત સમસ્યા સાંધા કે હાડકામાં દુખાવા જેવી તકલીફો થઈ શકે છે, ડિપ્રેશન, એન્ઝાઈટી જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે
બાળકોમાં સ્થૂળતા ન આવે તે માટે શું કરવું ?
– બાળકોને પેકેટમાં મળતા નાસ્તા કે ફાસ્ટ ફૂડ ખવડાવવાનું ટાળવું જોઈએ
– બાળકોના આહારમાં ફળ, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરવો.
– વધારે પડતી મીઠાઈ કે કોલ્ડ ડ્રિંક્સ આપવાનું ટાળવું.
– દિવસ દરમિયાન સાયકલિંગ, સ્કીપિંગ, રનીંગ જેવી ફિઝિકલ એક્ટિવિટી વધારવી.
– મોબાઇલમાં ગેમ રમવી કે ટીવી જોવાને બદલે દિવસમાં 2 કલાક મેદાન પર જઈને રમવું.
– બાળકોનો સુવાનો અને જાગવાનો સમય નક્કી કરવો.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
