મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળા કારોબાર પર મુલુન્ડ પોલીસે લાલ આંખ કરી છે. આર.પી. રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં છૂપી રીતે ચાલતા હુક્કાપાર્લર અને જુગારના અડ્ડા પર શનિવારે મોડી રાત્રે પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અડ્ડો ચલાવનાર મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૯ ગુજરાતીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી છે.
ગુપ્ત બાતમીના આધારે મધરાતે સરપ્રાઈઝ રેડ
મુલુન્ડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આર.પી. રોડ સ્થિત ઈમારતમાં રહેણાંક કે કોમર્શિયલ રૂમનો ઉપયોગ ગેરપ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. આ માહિતીને આધારે સીનિયર અધિકારીઓની સૂચનાથી એક વિશેષ ટીમે શનિવારની મધરાત બાદ દરોડો પાડ્યો હતો. અચાનક પડેલા દરોડાથી અડ્ડા પર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

પ્લાસ્ટિક ચીપ્સથી રમાતો જુગાર, સ્થળ પરથી શું મળી આવ્યું? પોલીસ દરોડા દરમિયાન રૂમમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા:
- એક અલગ કક્ષમાં કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો પોતાની વારીની રાહ જોઈને બેઠા હતા. રોકડ રકમ સીધી ટેબલ પર દેખાય નહીં તે માટે આ અડ્ડા પર વ્યવહારમાં પ્લાસ્ટિકની ખાસ ચીપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.
- બીજા રૂમમાં ત્રણ વ્યક્તિઓ તંબાકુ વાળા ફ્લેવર્ડ હુક્કા તૈયાર કરી રહ્યા હતા અને ગ્રાહકો તેનો નશો માણી રહ્યા હતા.
મુદ્દામાલ અને કાનૂની કાર્યવાહી પોલીસે સ્થળ પરથી રૂ. ૫૧,૫૦૦ની કિંમતનો ફ્લેવર્ડ હુક્કાનો જથ્થો, રૂ. ૭,૫૦૦ની રોકડ રકમ અને પકડાયેલા તમામ લોકોના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આ મામલે પોલીસે ગેરકાયદે અડ્ડો ચલાવનારા અને નશો/જુગાર રમનારા તમામ ૯ ગુજરાતી શખ્સો સામે મહારાષ્ટ્ર જુગાર નિવારણ અધિનિયમ (Maharashtra Prevention of Gambling Act) અને હુક્કાપાર્લર સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
