શું તમે જાણો છો કે ફાટેલા હોઠથી લઈ ડ્રાય સ્કિન, ખીલ સહિતની ત્વચાની સમસ્યાઓ નાભિમાં તેલ લગાડવાથી મટી શકે ? ચાલો તમને આજે જણાવીએ કઈ સ્કિન પ્રોબ્લેમ માટે નાભિમાં કયું તેલ લગાડવું?
ઠંડીની શરુઆત થાય ત્યારથી તમને પણ અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ થવા લાગે છે તો તમને આજે જબરદસ્ત સમાધાન જણાવીએ. જો તમે નિયમિત નાભિમાં તેલ લગાડવાનું શરુ કરશો તો સ્કિન પ્રોબ્લેમમાં રાહત થવા લાગશે. સ્કિન એક્સપર્ટ અનુસાર અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ માટે નાભિમાં અલગ અલગ પ્રકારનું તેલ લગાડવાનું હોય છે. તો ચાલો આજે જાણકારી મેળવીએ કે નાભિમાં કયું તેલ કઈ સમસ્યામાં લાભ કરે છે.
નાભિમાં તેલ લગાડવાના ફાયદા
રોજ નાભિમાં તેલના 1 થી 2 ટીપા નાખવાથી શરીરને લાભ થાય છે. જેનો સૌથી વધારે લાભ સ્કિન પર જોવા મળે છે. નાભિમાં તેલ લગાડવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે, સ્કિન પર ચમક આવે છે અને સ્કિનમાં નેચરલી મોઈશ્ચર જળવાઈ રહે છે. હવે જાણીએ નાભિમાં કયું તેલ ક્યારે લગાડવું

ફાટેલા હોઠ માટે
સ્કિન એક્સપર્ટ અનુસાર શિયાળામાં તમારા હોઠ વધારે ફાટતા હોય, સ્કિન ડ્રાય રહેતી હોય તો રોજ રાત્રે નાભિમાં નાળિયેરનું તેલ ઉમેરો. નાળિયેરનું તેલ સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે.
સ્કિન પર ગ્લો વધારવા
જો તમને સ્કિન પર ગ્લો અને ચમક વધારવી છે તો તેના માટે નાભિમાં બદામનું તેલ ઉમેરવું. બદામનું તેલ સ્કિન કેર રુટીનમાં પણ એડ કરી શકો છો. બદામના તેલના 2 ટીપા નાભિમાં ઉમેરવાથી સ્કિન પર નેચરલ ચમક દેખાય છે.
ખીલ મટાડવા
જો તમારા ચહેરા પર ખીલ છે અને તમે ખીલ મટાડવા માંગો છો તો તેના માટે નાભિમાં લીમડાનું તેલ યુઝ કરવું. સ્કિન એક્સપર્ટ અનુસાર લીમડાના તેલના 2 ટીપા નાભિમાં સૂતા પહેલા નાખવા. તેનાથી એકને અને ખીલ મટી શકે છે.

આ સિવાય નાભિમાં તલનું તેલ અને સરસવનું તેલ પણ લગાડી શકાય છે. તલનું તેલ લગાડવાથી હોર્મોન્સ સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે. જો કે એક્સપર્ટ અનુસાર નાભિમાં તેલ લગાડવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું કે તેલ લગાડ્યા પછી જો ખંજવાળ કે બળતરા થાય તો તેલનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું.
આ સિવાય નાભિમાં તેલ લગાડતાં પહેલા નાભિની સફાઈ પણ કરવી. નાભિમાં રહેલી ગંદકી સાફ કર્યા બાદ તેમાં તેલના ટીપા નાખવા જોઈએ. નાભિમાં રોજ 2 કે 3 ટીપા તેલ જ નાખું. તેલ નાખ્યા પછી 1 મિનિટ હળવા હાથે મસાજ કરવી.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



