અજમાના દાણા પેટ માટે અમૃત છે. અજમાનો ઉપયોગ અલગ અલગ સમસ્યામાં ઘરેલુ ઈલાજ તરીકે કરવામાં આવે છે. હકીકતમાં અજમા કઈ કઈ બીમારીમાં ફાયદો કરે છે ચાલો આજે જાણીએ.
અજમા દરેક ઘરના રસોડામાં હોય તેવો મસાલો છે. અજમાનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. અજમા ભોજનના પાચનમાં મદદ કરે છે. અજમા પેટની બીમારીઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે. અજમાનો ઉપયોગ લોકો અલગ અલગ રીતે કરતાં હોય છે. અજમાનું ચૂર્ણ, અજમાનો કાઢો, અજમાનું પાણી વગેરે. આજે જાણીએ અજમા કઈ કઈ બીમારીમાં ફાયદો કરી શકે છે.
પેટની બીમારી
જે લોકોને વારંવાર પેટ સંબંધિત બીમારીઓ થતી હોય તેમના માટે અજમા ફાયદાકારક છે. પેટના રોગને ઠીક કરવા માટે સવારે અને સાંજે અજમાનું ચૂર્ણ લેવું લાભકારી છે. જે લોકોને પેટની તકલીફો રહેતી હોય તેઓ અજમા, કાળા મરી અને સિંધવ મીઠું પીસીને ચૂર્ણ બનાવી સવારે અને સાંજે હુંફાળા પાણી સાથે લઈ શકે છે.

એસિડિટી માટે અજમા
ઘણા લોકોને જમ્યા પછી ખાટા ઓડકાર આવવાની સમસ્યા થાય છે. એસિડિટીના કારણે થતી આ તકલીફમાં અજમા લાભકારી છે. અજમા એસિડિટી, ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, જલોદર સહિતની સમસ્યામાં લઈ શકાય છે.
પેટનો દુખાવો
પેટમાં દુખાવો, પેટ ફુલી જવા જેવી તકલીફમાં પણ અજમાં તુરંત ફાયદો કરી શકે છે. તેના માટે અજમાને હુંફાળા પાણી સાથે લઈ શકાય છે. અજમાને સિંધવ મીઠા સાથે પીસી ચૂર્ણ બનાવીને હુંફાળા પાણી સાથે લઈ શકો છો.
પાચન તંત્રની નબળાઈ
પાચન તંત્ર સંબંધિત સમસ્યા પાચન તંત્રની નબળાઈના કારણે રહે છે. પાચન તંત્ર નબળું હોય અને ખોરાકનું પાચન બરાબર ન થતું હોય તો અજમા, સિંધવ મીઠું, કાળા મરી, સંચળને મિક્સ કરી પીસી લો અને આ ચૂર્ણ જમ્યા પછી પાણી સાથે રોજ લેવું. થોડા દિવસમાં પાચનની તકલીફો દુર થઈ શકે.


Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
