મુલુંડ (વે)માં બાલરાજેશ્વર રોડ સ્થિત તિરૂમાલા હેબિટેટ્સમાં રહેતાં હંસાબેન સચદે (૬૦) ૫ જૂનના સાંજે લગભગ ૬.૪૦ વાગ્યે પોતાનું તૂટેલું મંગળસૂત્ર રિપેર કરાવવા માટે બજારમાં ગયા હતા. તેમણે આશરે ૧ તોલા સોનાની ચેઈન અને હીરાનું પેન્ડન્ટ ધરાવતું મંગળસૂત્ર એક નાના પર્સમાં મૂકીને તે પર્સ પોતાની પાસે રહેલી એક થેલીમાં મૂક્યું હતું. હંસાબેને ૬.૫૦ની આસપાસ આર.આર.ટી. રોડ અને એસ.એન. રોડ કોર્નર પાસે ભીડભાડવાળા વિસ્તારમાં રસ્તા પરના ફેરિયા પાસેથી કપડાં ખરીદીને મંગળસૂત્ર ધરાવતા પર્સમાંથી રૂા.૨૦૦ વિક્રેતાને ચૂકવ્યા અને પર્સ થેલીમાં મૂકી દીધું હતું. ત્યારબાદ બાજુમાં જ બીજા વિક્રેતા પાસે કપડાં જોતી વખતે તેમણે થેલીમાં તપાસ કરતાં મંગળસૂત્ર ધરાવતું પર્સ ગાયબ થઈ ગયું હોવાનું જણાયું હતું.

ભીડનો લાભ લઈને અજાણ્યા ચોરટાએ થેલીમાંથી રૂા.૧.૫૦ લાખની કિંમતનું મંગળસૂત્ર ચોરી લીધું હતું, જેને પગલે હંસાબેને મુલુંડ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે બહેનોએ માર્કેટમાં જતી વેળાએ સાવધાની રાખવાની વિશેષ જરૂર છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
