
થાણે શહેરમાં મહાનગરપાલિકાએ ડમ્પિંગ સાઇટ્સ (કચરો ઠાલવવાની જગ્યા) પર તાજેતરમાં લાગેલી આગને કારણે કચરો ઠાલવવાની કામગીરી અટકાવી દીધી હોવાની જાણકારી અધિકારીએ મંગળવારે આપી હતી. કચરાથી લદાયેલી ટ્રકો અટવાયેલી હોવાથી કચરો નથી ઉપાડાયો.

કોંગ્રેસે મંગળવારે શહેરમાં વેસ્ટ મેનેજમેન્ટ સંકટ માટે સત્તાધારી શિવસેના-ભાજપ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ વિક્રાંત ચવ્હાણે દાવો કર્યો હતો કે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ, નાણાકીય ગેરરીતિ અને નબળા આયોજનને કારણે સીપી તળાવ ટ્રાન્સફર યાર્ડમાં કચરાના નિકાલની કામગીરી અટકી પડી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
