મુલુંડવાસીઓને મુલુંડ પોલીસે સતર્ક રહેવાની સલાહ આપી છે. મુલુન્ડ (વે)માં ગત સપ્તાહમાં ચોરટાઓની ટોળકી ત્રાટકી હોવાનું જોવા મળ્યું છે. ચોરટાઓએ ફક્ત એક જ દિવસમાં બે સ્કૂટર, એક રિક્ષા અને મોબાઈલ ચોર્યા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ મુજબ મુલુન્ડ (વે)માં બી.આર. રોડ મિશ્રાવાડી સ્થિત વિશાલ પાવર લોન્ડ્રીના ઓનર દિલીપકુમાર કનોજિયાએ ૧ એપ્રિલના દુકાન સામે પાર્ક કરેલું સ્કૂટર બીજા દિવસે ગાયબ થયેલું જોવા મળ્યું હતું. કનોજિયાએ રૂા.૪૫૦૦૦ની કિંમતના સ્કૂટરની આજુબાજુના વિસ્તારમાં ઘણી શોધખોળ કરી હતી પરંતુ તે ન મળતાં તેણે અજાણ્યા ચોરટા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી ઘટનામાં ચંદન બેલારા નામના મુલુન્ડ શાસ્ત્રીનગરના રહેવાસીએ ૧ એપ્રિલના શાસ્ત્રીનગર, મુલુન્ડ કોલોનીમાં લોકઆંગણ સામે પાર્ક કરેલી હોંડા એક્ટિવા બીજા દિવસે સવાર સુધીમાં ગાયબ થઈ ગઈ હોવાનું જણાયું હતું જેથી બેલારાએ અજાણ્યા ચોરટા સામે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાવી હતી. ત્રીજી ઘટનામાં મુલુન્ડ (વે)માં બી.આર. રોડ, વૈશાલીનગર સ્થિત પાઈપલાઈન પાસે માનાફેર વર્મા નામના રિક્ષાચાલકે ૩૦ માર્ચના ઘરની બાજુમાં પાર્ક કરેલી રૂા.૧ લાખની કિંમતની રિક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અન્ય એક ઘટનામાં મુલુન્ડ (વે)માં શિલ્પા હોટલ સામે આવેલાબસ સ્ટોપ પ૨ ભીવંડી-થાણાના રહેવાસી મિરાજ અરવિંદકુમાર બસની રાહ જોઈને ઊભા હતા અને બસ આવતા તેઓ બસમાં ચડવા જતાં ભીડનો લાભ લઈને અજાણ્યા તસ્કરે તેમનો રૂા.૧૫ હજારની કિંમતનો આઈફોન ચોરી લીધો હતો. જેને પગલે મિરાજે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

One thought on “મુલુંડમાં ચોરટાઓની ટોળકી સક્રીય… મુલુંડવાસીઓને સતર્ક રહેવા પોલીસની અપીલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us