મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી જેવા કાર્ટુન ફિલ્મ્સના પોતાના પસંદગીના પાત્રોને મળવાની અને વિવિધ રોમાંચક રાઈડ્સનો અનુભવ લેવાની તક ટૂંક સમયમાં મુંબઈ, નવી મુંબઈના નાના બાળકોને ઉપલબ્ધ થશે કારણ કે નવી મુંબઈમાં 200 હેકટર જમીન પર ડિઝનીલેન્ડ પ્રમાણે થીમ પાર્ક ઊભો કરવામાં આવશે. મુંબઈ મહાનગર પ્રદેશ ગ્રોથ હબની અંતિમ રૂપરેખામાં આ પ્રકલ્પની વિગત પ્રસ્તાવિત કરવામાં આવી છે. દેશનો આર્થિક વિકાસ વધારવાની નીતિ પંચની ભલામણ અનુસાર એમએમઆર ગ્રોથ હબ પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે.
આ પ્રકલ્પની જવાબદારી સંભાળનાર એમએમઆરડીએ તરફથી એમએમઆર ગ્રોથ હબની અંતિમ રૂપરેખા તૈયાર કરી છે. આ રૂપરેખા અનુસાર એમએમઆરનો આંતરરાષ્ટ્રીય દરજ્જાના આર્થિક વિકાસ કેન્દ્ર તરીકે વિકાસ કરતા અનેક પ્રકલ્પ શરૂ કરવામાં આવશે. આ પ્રકલ્પ અંતર્ગત ઔદ્યોગિક, પર્યટન, શિક્ષણ, પાયાભૂત સુવિધા, ગૃહનિર્માણ, આરોગ્ય, બંદર વિકાસ જેવા અનેક ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવશે. એ અનુસાર એમએમઆરની આંતરરાષ્ટ્રીય દરજ્જાના પર્યટન કેન્દ્ર તરીકે ઓળખ ઊભી કરવા આ રૂપરેખામાં અનેક પ્રકલ્પ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

અલિબાગનો વિકાસ વૈશ્વિક દરજ્જાના પર્યટન કેન્દ્ર તરીકે કરવાથી લઈને મુંબઈ, એમએમઆરના કિલ્લાઓના સંવર્ધનનો સમાવેશ પર્યટન કેન્દ્રમાં હશે. રાજ્ય પ્રમાણે દેશવિદેશના પર્યટકોને આકર્ષિત કરવા મુંબઈ આઈ સહિત નવી મુંબઈમાં ડિઝનીલેન્ડ જેવો વૈશ્વિક દરજ્જાનો થીમ પાર્ક પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.
200 હેકટર જમીન પર પ્રકલ્પ
મુંબઈ, નવી મુંબઈ, થાણે અર્થાત એમએમઆરમાં અનેક રિસોર્ટ, થીમ પાર્ક, વોટર પાર્ક છે. જો કે પહેલી વખત સરકારી યંત્રણાના માધ્યમથી નવી મુંબઈમાં 200 હેકટર જમીન પર થીમ પાર્ક ઊભો કરવામાં આવશે. એમએમઆર ગ્રોથ હબની અંતિમ રૂપરેખા અનુસાર નવી મુંબઈની દક્ષિણે થીમ પાર્ક ઊભો કરવામાં આવશે. એમાં રિસોર્ટ, એનિમેશન સ્ટુડિયો, રાઈડ્સ ઝોન, વોટર પાર્ક જેવી બાબતોનો સમાવેશ હશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
