
મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ચકચાર મચાવનાર દિશા સાલિયન મુત્યુ કેસમાં અનેક ચોંકાવનારાં તથ્યો અને અહેવાલો બહાર આવી રહ્યા છે. આ કડીમાં 7 જૂન, 2020માં એક બોલીવૂડ પ્રોડ્યુસરની પાર્ટીના તાર જોડાયેલા છે, જેના કારણે દિશા અને પછી સુશાંતસિંહને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
બીજી તરફ મુંબઈ હાઈ કોર્ટમાં દિશાના 67 વર્ષના પિતા સતીશ સાલિયન દ્વારા દાખલ કરાયેલી ક્રિમિનલ રિટ પિટિશન મુંબઈ હાઇ કોર્ટ રજિસ્ટ્રીએ સ્વીકારી છે. સતીશ સાલિયન, અરજદારના વકીલ દ્વારા બધા વાંધા દૂર કર્યા પછી હાઇ કોર્ટ રજિસ્ટ્રીએ ક્રિમિનલ રિટ પિટિશન (સ્ટેમ્પ નંબર) નંબર 6440/2025 શુક્રવારે સાંજે ફાળવ્યો હોવાનું અને હવે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી શરૂ થશે તેમ વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું. મુંબઈ પોલીસે દિશા અને સુશાંતના મોતને 5 વર્ષ પહેલાં આત્મહત્યાનો મામલો જાહેર કર્યા પછી પણ આ પ્રકરણ હજુ પણ ગરમાયેલું છે. દિશાએ મુંબઈમાં 7 જૂન, 2020માં એક બોલીવુડ પ્રોડ્યુસરની પાર્ટીમાં સગીરા સાથે દુષ્કર્મ કરાતું હોવાનું જોયું હતું. આ વિશે તેણે સુશાંતને જણાવ્યું હતું. દિશાએ એક સગીરા પર દુષ્કર્મ કરતા એક પક્ષના મોટા નેતાને જોયો હતો. આ વાત સાંભળી સુશાંત ડરી ગયો હતો.

તેણે આ વાત જાહેર કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તીએ દગો કર્યો હતો. દિશાના મૃત્યુ પછી સુશાંત ગભરાઈ ગયો, વારંવાર સિમ કાર્ડ બદલતો હતો અને તેના બેડરૂમમાં સૂવાનું પણ ટાળતો રહ્યો. તેના સ્ટાફને કહ્યું હતું કે તેની હત્યા થઈ જશે એવો ડર છે. સુશાંતે આ વાત તેના નજીકના પરિવારજનોને ટેલિફોન પર કરી હોવાની વાત સુશાંતના પિતાએ અનેક વખત જાહેર કર્યું છે. આમ આ મામલે સેલિબ્રિટી મેનેજર અને આશાસ્પદ યુવા બોલીવૂડ હસ્તીના મોતનો કેસ હવે કોર્ટના દરવાજે પહોંચ્યો છે.
પિટિશનમાં બે મહત્ત્વના દસ્તાવેજો
હાઇ કોર્ટ રજિસ્ટ્રીમાં અરજીમાં અરજદારે બે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જોડ્યા છે, જેમાં 12.01.2024 ની ફરિયાદ છે, જે સહાયક પુરાવાઓ સાથે છે, જેમાં આઈપીસીની કલમ 376ડી અને 302 હેઠળ એફઆઈઆર નોંધવાની વિનંતી કરવામાં આવી છે. એસઆઈટીના લેખિત સંદેશવ્યવહાર મુજબ, આ ફરિયાદ હાલમાં તેમની ચાલુ તપાસનો એક ભાગ છે. બીજા મહત્ત્વના દરસ્તાવેજમાં 28.10.2023 ની ફરિયાદ ઈન્ડિયન એડવોકેટસ અને માનવ અધિકાર કાર્યકર્તા સંગઠનના ઉપપ્રમુખ મુરસલીન શેખ દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને સુપરત કરવામાં આવી છે. આ ફરિયાદ આદિત્ય ઠાકરે સાથે જોડાયેલા ડ્રગ કાર્ટેલ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીના વિગતવાર પુરાવા પ્રદાન કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
