
રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની નારાજગી હજુ પણ ચાલુ જ છે? આ પ્રશ્ન હવે રાજકીય વર્તુળોમાં ઊઠી રહ્યો છે. રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે ગેરહાજર રહ્યા હતા. ઉપરાંત શિંદે દ્વારા શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગની બોલાવેલી બેઠકો રદ કરવામાં આવી છે. આને કારણે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શિંદે ફરી એક વાર નારાજ છે.શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં દાંડી મારી હતી. તેમની ગેરહાજરીનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ફડણવીસની હાજરીમાં મંત્રાલય ખાતે સોશિયલ વોર રૂમની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર, અન્ય મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. શિંદે પણ હાજર રહે તેવી અપેક્ષા હતી. જોકે, તેઓ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. તેમની ગેરહાજરીનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ સાથે શિંદેએ સોમવારે બે વિભાગોની સમીક્ષા બેઠક બોલાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે બેઠક પણ રદ કરવામાં આવી છે. તેમણે શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગની બેઠક રદ કરી છે. તેથી હવે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે, એકનાથ શિંદેના મનમાં શું છે.

ગત કેબિનેટ બેઠકમાં શિંદે હાજર રહ્યા નહોતા. આ બેઠક કે તાજેતરની બેઠકમાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની રહી છે. શું હજુ પણ તેમનામાં આ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં હાજરી નહીં આપવા બદલ રોષ છે, ભલે તેમની પાસેથી હાજરી આપવાની અપેક્ષા રાખવામાં આવતી હતી? આ મોટો પ્રશ્ન ફરી એક વાર સામે આવ્યો છે. શિવસેનાના કેટલાક મંત્રીઓ ગુસ્સે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું શિંદે પાલક મંત્રીપદના દાવાથી નાખુશ છે કે પછી પોર્ટફોલિયો ફાળવણી કે અન્ય અધિકારોના મુદ્દાથી? પરંતુ જે કારણ હોય તે, સાચું કારણ આવાનરા સમયમાં બહાર આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
