મુલુંડ પૂર્વમાં મીઠાગરની ખાલી પડેલી જમીન પર છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક માફિયાઓ મોટા પ્રમાણમાં માટીનો ભંગાર કરી રહ્યા છે પરિણામે આ ખુલ્લી જગ્યા ડમ્પીંગ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગઈ છે અને આ માફિયાઓ સામે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

મુલુંડ પૂર્વમાં ટાટા કોલોનીની બાજુમાં આવેલ મીઠાગરનો ખાલી પ્લોટ છે. પરંતુ હાલમાં આ પ્લોટ પર કેટલાક માફિયાઓની નજર છે. ગત એક મહિનાથી માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં કાટમાળ અહીં લાવવામાં આવ્યો છે અને આ બધુ કામ અહી બિન અધિકૃત રીતે ચાલી રહ્યુ છે. મુલુંડવાસી અક્ષય જૈનએ આ અંગે ગુર્જરભૂમિ સાથે વાત કરતા જણાવ્યું કે કેટલાક ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરો પૈસા બચાવવા માટે આ કાટમાળ અહીં ફેંકી રહ્યા છે.

મુલુંડમાં સામાજિક કાર્યકર Advt. સાગર દેવરે આ અંગે કલેક્ટર, તહસીલદાર અને નવઘર પોલીસને પત્ર લખીને તાત્કાલિક કેસ દાખલ કરવાની માંગ કરી છે. તેની અવગણના કરનારા અધિકારીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ તેમણે કરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us