
ભારે વાહનો દિવસના સમયે શહેરમાં પ્રવેશ ન હોવાથી આ વાહનો થાણે શહેરની હદની બહાર નવી મુંબઈ, મીરા-ભાઈદરમાં પાર્કિંગ પ્લોટ ઊભા કરીને ત્યાં જ પાર્ક કરવામાં આવે તો થાણે શહેર સહિત ઘોડબંદર રોડની ટ્રાફિકની સમસ્યા મોટાભાગે ઉકેલાઈ જશે એવો દાવો થાણે પાલિકા પ્રશાસને કલેકટર, ટ્રાફિક પોલીસ તથા આરટીઓ સાથેની મીટિંગ દરમ્યાન કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ-અમદાવાદ હાઈવેને જોડતા થાણે ઘોડબંદર રોડ પર ટ્રાફિકની ભારે સમસ્યા રહેલી છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં ‘જસ્ટિસ ફોર ઘોડબંદર રોડ ફોરમ’ના પ્રતિનિધિ સાથે થાણે પાલિકા કમિશનર, ટ્રાફિક પોલીસ, મેટ્રો, એમએમઆરડીએ, સાર્વજનિક બાંધકામ વિભાગના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી, જેમાં ભારે વાહનો માટે શહેરની હદની બહાર નવી મુંબઈ, મીરા-ભાયંદર જેવા ઠેકાણે પાર્કિંગ લોટ ઊભા કરવાની થાણે પાલિકા પ્રશાસન દ્વારા બુધવારે ટ્રાફિક પોલીસ, આરટીઓ સહિત કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. એ સિવાય ઘોડબંદર રોડ પરની ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે હાલ રહેલા વોર્ડની સંસ્થામાં વધુ પ્રશિક્ષિત ૧૦૦ વોર્ડન તાત્કાલિક ઉપલબ્ધ કરવાનો નિર્ણય ટ્રાફિક પોલીસે લીધો છે.

ઘોડબંદર રોડ પર હાલ જયાં રસ્તાના કામ ચાલી રહ્યા છે તેને ટ્રાફિક માટે તાત્પૂરતા સમય માટે બંધ કરવા આવશ્યક છે. પરંતુ તેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી શકે છે, તેના પર ઉકેલ લાવવા બાબતે ચર્ચા થઈ હતી. તેમ જ દર વર્ષે ઘોડબંદર રોડ પર જે ઠેકાણે ખાડા પડે છે ત્યાં કોંક્રીટીકરણ કરવા બાબતે થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે આદેશ આપ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
