બ્રિટનમાં તાજેતરની મુલાકાત દરમ્યાન  દિવંગત વિનાયક દામોદર સાવરકર સામે કથિત બદનક્ષીભર્યું નિવેદન કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી સામે સાવરકરના  પૌત્રએ  ફોજદારી બદનક્ષીની ફરિયાદ કરી છે.

સત્યકી સાવરકરે ફરિયાદમાં જણાવ્યું છ કે ગાંધી વારંવાર વર્ષોથી વિવિધ પ્રસંગે સાવરકરની બદનામી કરી રહ્યા છે. બ્રિટનમાં ઓવરસીસ કોંગ્રેસની સભાને સંબોધન કરતી વખતે પાંચ માર્ચ ૨૦૨૩ના રોજ પણ ગાંધીએ આવું જ કર્યું છે.

પુણેના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઈંગ્લેન્ડમાં ગાંધીએ આપેલા ભાષણના પ્રત્યાઘાત આખા ભારતમાં પડયા છે અને પુણે પણ બાકાત નથી.

ગાંધી સામે વિવિધ કોર્ટમાં  બદનક્ષીના વિવિધ પાંચથી છકેસો પ્રલંબિત છે.  ગાંધી સામે કાયદાકીય પગલાં લઈને સમન્સ બજાવવામાં આવે અને મહત્તમ  સજા કરવામાં આવે, એવી વિનંતી કરીને તેમણે ગાંધી પાસેથી વળતર પણ માગ્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us