September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

ડ્રિંક & ડ્રાઈવ રોકવા માટે કડક કાર્યવાહી કરવા CMનો આદેશ

રાજકીય પક્ષના નેતાના નબીરા દ્વારા વરલીમાં બીએમડબ્લ્યુ હેઠળ સ્કૂટરને અડફેટે લેતાં એક મહિલાનું મોત અને એકને ઈજા પહોંચતાં વિરોધી પક્ષ દ્વારા શાસકો પર પસ્તાળ પાડવામાં આવી હતી, જે પછી હવે મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ સોમવારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ રોકવા માટે કડક કાર્યવાહી કરવાનો મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરને આદેશ આપ્યો છે.

રસ્તાઓ, ચોક, ગિરદીનાં મુખ્ય સ્થળો સહિત નાકે નાકે વાહનચલકોની તપાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રકરણે કડક કાર્યવાહી કરવાની સૂચના તેમણે આપી છે. આ સાથે નિયમોનું ઉલ્લંઘન કરતા પબ, બાર પર પણ કાર્યવાહી કરવાની સૂચના મહાપાલિકા સાથે પોલીસ પ્રશાસનને પણ આપી છે.ખાસ કરીને રાતના સમયે અને વીકએન્ડના દિવસે તપાસનું પ્રમાણ વધારવામાં આવે. શરાબ પીને વાહન ચલાવનાર ચાલકો પર કડક કાર્યવાહી અને દંડની વસૂલી કરવામાં આવે.

આ સાથે નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવે. આવા હેબિચ્યુઅલ વાહનચાલકોનાં લાઈસન્સ રદ કરવાની સૂચના પણ તેમણે આપી છે. ઉપરાંત શહેરમાં પબ, બાર, રેસ્ટોરાંની નિયમિત તપાસ કરવી, તે ચાલુ રાખવાના નિર્ધારિત સમય, ધ્વનિ પ્રદૂષણ રોકવાના નિયમો, આવશ્યક લાઈસન્સ સમયાંતરે તપાસવા જણાવ્યું છે. જો પબ, બાર અને રેસ્ટોરાં મોડી રાત ચાલુ રાખતા હોય તેમનાં લાઈસન્સ રદ કરવામાં આવે.

મહાપાલિકા અને પોલીસે સમન્વય સાથે આ કામ કરવું, એમ તેમણે જણાવ્યું છે. આ સાથે શરાબ પીને વાહન ચલાવવાની આડઅસરો વિશે જનજાગૃતિ લાવવા, લોકોની સુરક્ષા અને કાયદો તથા વ્યવસ્થાનું પાલન થાય તે માટે સર્વ સંબંધિત પ્રશાસકીય યંત્રણાએ કડક કાર્યવાહી કરવાની સૂચના પણ શિંદેએ આપી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us