
અંધેરીનો ગોખલે પુલ, વિક્રોલી રેલવે ફ્લાયઓવર અને મસ્જિદબંદર ખાતેનો કર્નાક પુલ એમ ત્રણ પુલ જોખમકારક અને જર્જરિત થયા હોવાથી મહાપાલિકા તરફથી નવેસરથી બાંધવામાં આવી રહ્યા છે. આ કામના કારણે વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડે છે અને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. જો કે આ ત્રણેય પુલના કામ આવતા વર્ષે ચોમાસા પહેલાં પૂરા કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
વિક્રોલી ફ્લાયઓવર માર્ચ 2025, ગોખલે ફ્લાયઓવર એપ્રિલ 2025 અને કર્નાક પુલ મે 2025 સુધી પૂરો કરીને શરૂ કરવામાં આવશે એમ અધિકારીઓનું જણાવવું છે. એના લીધે વાહનચાલકોને ઘણી રાહત મળશે. અંધેરીના ગોખલે પુલનો રેલવે હદમાંનો ભાગ જોખમકારક હોવાથી એનું કામ શરૂ કરીને 7 નવેમ્બર 2022થી વાહનવ્યવહાર માટે પુલ બંધ કરવામાં આવ્યો. કામ પૂરું થયા પ્રમાણે તબક્કાવાર આ પુલ શરૂ કરવામાં આવ્યો. હવે પુલના છેલ્લા તબક્કા પૂર્વથી પશ્ચિમ માર્ગનું કામ ચાલુ છે. તાજેતરમાં રેલવે પાટા પર ગર્ડર ઊભો કરવામાં આવ્યો. આ પુલના કામ સાથે જ મહાપાલિકાની હદમાં સર્વિસ રોડનું કામ 30 એપ્રિલ 2025 સુધી પૂરું થતા પૂર્વથી પશ્ચિમ માર્ગ શરૂ થશે.

આ પુલને બર્ફીવાલા પુલ સાથે જોડવામાં આવ્યો છે જે 4 જુલાઈથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. તેથી જુહુથી અંધેરી પશ્ચિમ જવા માટેનો માર્ગ વાહનચાલકોને ઉપલબ્ધ થયો. હવે આ બંને પુલની દક્ષિણ તરફથી બાજુ પણ જોડવામાં આવશે જેના માટે ટેંડર જારી કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વર્કઓર્ડર જારી કરવામાં આવશે. આ જોડાણનું કામ એપ્રિલ 2025 સુધી પૂરું થશે.
વિક્રોલી રેલવે સ્ટેશન ખાતે ફાટક હોવાથી એ ઓળંગીને અનેક જણ પૂર્વ-પશ્ચિમ અવરજવર કરે છે. વાહનચાલકો પણ એમ જ કરતા હતા. ફાટક ઓળંગતા રાહદારીઓના રેલવે અકસ્માત થતા હોવાથી સ્થાનિકો તરફથી ફ્લાયઓવરની માગણી કરવામાં થવા માંડી. તેથી એપ્રિલ 2018માં મહાપાલિકાએ આ કામ માટે વર્કઓર્ડર જારી કર્યો અને એક કંપનીને કામ આપ્યું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
