બૂહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પૂર્વ ઉપનગરોમુલુંડ અને ઘાટકોપરમાં પોતાની પાંચ સરકારી મિલકતો પર ‘રેઈનવોટર હાર્વેસ્ટિંગ” સિસ્ટમ સ્થાપિત કરવાને નિર્ણય લીધો છે. ચોમાસાના પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે ‘જલ સંચય જન ભાગીદારી’ (JSJB) યોજના હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે.
પસંદ કરાયેલા ૫ સ્થળો
૧.T વોર્ડ ઓફિસ બિલ્ડિંગ ૨૨૫૦ ચોરસ મીટર
૨. ફાયર સ્ટેશન (મુલુંડ વેસ્ટ) ૧૦૨૬ ચોરસ મીટર
૩. ફાયર સ્ટેશન (મુલુંડ ઈસ્ટ) ૧૨૦૪ ચોરસ મીટર
૪.S વોર્ડ ઓફિસ બિલ્ડિંગ ૬૫૯ ચોરસ મીટર
૫. BMC પબ્લિક સ્કૂલ નં. ૩ (ઘાટકોપર ઈસ્ટ) ૯૧૭ ચોરસ મીટર

પ્રોજેકટના મુખ્ય ઉદ્દેશો
- ચોમાસાના પાણીનો સંગ્રહ કરી તેને ભવિષ્યમાં વપરાશ કરવો.
- જમીનમાં બોરવેલ દ્વારા પાણી ઉતારી ભૂગર્ભ જળસ્તર (groundwater recharge) सुधारपुं.
- જળ સંરક્ષણ અને ટકાવ જળ સંચાલન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું.
પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવાને કારણે પૂર્વ ઉપનગરોની પસંદગી કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ BMC ભવિષ્યમાં અન્ય સરકારી મિલકતો પર પણ આ સિસ્ટમ લાગુ કરવાનું વિચારશે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



