2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી.

2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા રમતા 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન, ક્વિન્ટન ડી કોકે 56 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી, જ્યારે નિકોલસ પૂરને પણ 21 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને એલએસજીને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. બીજી તરફ બોલિંગમાં મયંક યાદવે આ વખતે પણ પોતાની ગતિથી બેટ્સમેનોને છેતર્યા. મયંકે 3 મહત્વની વિકેટ લીધી અને લખનૌને 28 રનથી જીતાડવામાં મદદ કરી.

આરસીબીને 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો 

લખનઉ તરફથી ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રાહુલ સારી લયમાં દેખાતો હતો, પરંતુ ગ્લેન મેક્સવેલના બોલ પર આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 2 સિક્સર ફટકારીને 20 રન બનાવ્યા હતા. બીજી તરફ, ક્વિન્ટન ડી કોકે તેની 81 રનની શાનદાર ઇનિંગ દરમિયાન 8 ફોર અને 5 પાવરફુલ સિક્સર ફટકારી હતી. દેવદત્ત પડિક્કલ કંઈ ખાસ કરી શક્યો નહોતો, પરંતુ માર્કસ સ્ટોઈનિસે 15 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય આ સિઝનમાં નિકોલસ પૂરનના બેટમાં આગ લાગી છે, જેણે 21 બોલમાં 1 ફોર અને 5 સિક્સર ફટકારીને 40 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમને 181 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.

મયંક યાદવ સામે RCB બેટિંગ લાઇન અપ ફેલ 

RCB માટે વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે ઇનિંગની શરૂઆત કરી હતી. આ વખતે કોહલી 16 બોલમાં માત્ર 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મયંક યાદવનો સ્પેલ શરૂ થતાની સાથે જ RCBની બેટિંગ લાઈન-અપ સંપૂર્ણપણે ખોરવાઈ ગયેલી જોવા મળી હતી.એક સમયે RCBનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 40 રન હતો, પરંતુ પછીના 18 રનમાં ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ડુ પ્લેસિસે 19 રન અને રજત પાટીદારે 29 રનનું યોગદાન આપ્યું હતું.

આરસીબીને છેલ્લી 5 ઓવરમાં 78 રનની જરૂર હતી

15 ઓવર પછી આરસીબીનો સ્કોર 6 વિકેટે 104 રન હતો. મહિપાલ લોમરોર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર આવ્યો હતો. RCBને છેલ્લી 5 ઓવરમાં 78 રનની જરૂર હતી, પરંતુ યશ ઠાકુરે 16મી ઓવરમાં 19 રન આપી દીધા, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે RCB હજુ પણ મેચમાં છે. નવીન ઉલ-હકે પણ 17મી ઓવરમાં 13 રન આપ્યા, પરંતુ દિનેશ કાર્તિકની વિકેટ પણ લીધી. લોમરરની 13 બોલમાં 33 રનની ઈનિંગે મેચમાં પ્રાણ ફૂંક્યા હતા, પરંતુ યશ ઠાકુરના બોલમાં મોટા શોટનો પ્રયાસ કરતા તે આઉટ થઈ ગયો હતો.

આરસીબીને છેલ્લી 2 ઓવરમાં 44 રનની જરૂર હતી અને માત્ર 1 વિકેટ હાથમાં હતી. મોહમ્મદ સિરાજે રવિ બિશ્નોઈની બોલ પર સતત 2 છગ્ગા ફટકાર્યા, પરંતુ આ બધું અપૂરતું સાબિત થયું. ટીમને અંતિમ 6 બોલમાં જીતવા માટે 30 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ સિરાજ 20 ઓવર પૂર્ણ થાય તે પહેલા જ આઉટ થઈ ગયો હતો. આરસીબી 153 રનમાં ઓલઆઉટ થતાં જ એલએસજીએ 28 રનથી મેચ જીતી લીધી હતી.  

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us