શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચલાવવામાં આવી રહેલા ‘કોમ્બિંગ ઓપરેશન’ દરમિયાન મુલુન્ડ પોલીસે તડીપારના આદેશનું ઉલ્લંઘન કરનાર એક રીઢા ગુનેગારને 15 ઈંચના ધારદાર છરા (ચપ્પુ) સાથે ઝડપી લીધો છે.
અટકાયત કરવામાં આવેલા આરોપીનું નામ દિનેશ બાળુ અહિરે (ઉંમર 29 વર્ષ, રહે. રામગઢ નગર, મુલુન્ડ વેસ્ટ) છે. તેની સામે મહારાષ્ટ્ર પોલીસ એક્ટ તેમજ હથિયારબંધીના આદેશના ભંગ બદલ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શનિવારે, 25 જુલાઈના રાત્રે મુલુન્ડ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને ક્રાઈમ ડિટેક્શન ટીમ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન કરી રહી હતી. તે સમયે રામગઢ નગર ખાતે આવેલી એક હોટેલ નજીક એક ઈસમ હાથમાં ખુલ્લો છરો લઈને નાગરિકોને ધમકાવી રહ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આરોપીને ઘેરી લીધો હતો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સહાયક પોલીસ ઈન્સ્પેક્ટર (API) નિલેશ ઘૌંડે અને તેમની ટીમે તેને દબોચી લીધો હતો. ગહન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે તે મુલુન્ડ પોલીસ સ્ટેશનના રેકોર્ડ પરનો રીઢો ગુનેગાર છે અને તેને અગાઉથી જ વિસ્તારમાંથી તડીપાર (હદપાર) કરવામાં આવેલો હતો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
