આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઐતિહાસિક પહેલો જોવા મળશે પરંતુ ભારત માટે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે પહેલ છે ઓલિમ્પિક ગેમ્સ ખાતે તેનું સૌપ્રથમ કન્ટ્રી હાઉસ એટલે – ઈન્ડિયા હાઉસ. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) સાથેની ભાગીદારીના ભાગરૂપે પરિકલ્પનાકૃત કરાયેલું ઈન્ડિયા હાઉસ આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને રમતગમતના વારસાની ઉજવણી સમાન રહેશે. તે ભારતના ભવ્ય ભૂતકાળ, વૈવિધ્યપૂર્ણ વર્તમાન અને રોમાંચકારી ભવિષ્યની સાથે ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે તેની પ્રગતિની ઝાંખી કરાવશે. વિશ્વભરના રમતવીરો, મહાનુભાવો અને રમતપ્રેમીઓ માટે પોતાના દ્વાર ખોલવા ઈન્ડિયા હાઉસ સજ્જ થઈ રહ્યું છે, ત્યારે તે એકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરશે જે ભારતીય સંસ્કારોને વ્યાખ્યાયિત કરે છે.

ઈન્ડિયા હાઉસના મહત્વ વિશે ઉલ્લેખ કરતા આઈઓસીના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ખાતે સૌપ્રથમ વખત સ્થપાનારા ઈન્ડિયા હાઉસની ઘોષણા જાહેરાત કરતાં હું અત્યંત આનંદ અને ઉત્તેજના સાથે રોમાંચ અનુભવું છું.

ગતવર્ષે ભારતમાં યોજાયેલું આઈઓસી સત્ર, 40 વર્ષમાં પહેલીવારનો પ્રસંગ હતો, અને આપણી ઓલિમ્પિક સફરમાં એક મહત્ત્વનો સીમાચિહ્ન હતો. અમે ઈન્ડિયા હાઉસને લોંચ કરવા સાથે આ ગતિને જાળવી રાખવાનો આનંદ અનુભવીએ છીએ – આ એક એવું સ્થળ હશે જ્યાં આપણે આપણા એથ્લીટ્સને વધાવીશું, આપણી જીતની ઉજવણી કરીશું, આપણી વાતો એકબીજાને કહીશું અને ભારતમાં વિશ્વનું સ્વાગત કરીશું.”

તેમણે ઉમેર્યું હતું કે, “આપણે ખરેખર આશા રાખીએ છીએ કે ઇન્ડિયા હાઉસ એ ઓલિમ્પિક મૂવમેન્ટને ભારતમાં લાવવાના 1.4 અબજ ભારતીયોના સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાંનું વધુ એક કદમ બની રહેશે!”

ઈન્ડિયા હાઉસનો હેતુ દેશના સહભાગી એથ્લીટ્સને ઘરથી દૂરનું એક ઘર બનવાનો અને ભારતની જીત તથા મેડલ પ્રાપ્તિની ઉજવણી કરવાનો છે. તે મુલાકાતીઓ માટે રમતગમત માંધાતાઓ સાથે વાર્તાલાપ કરવાનું સ્થળ પણ બની રહેશે અને જકડી રાખનારી ઈવેન્ટ્સ દ્વારા મિત્રો સાથે મહત્વની ઈવેન્ટ્સ જોવા માટેનું સ્થળ પણ બની રહેશે કારણ કે તે તમામ દેશોના મીડિયા અને ચાહકો માટે ખુલ્લું રહેશે. ઈન્ડિયા હાઉસ ખાતે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ માટે એક્સક્લુઝિવ મીડિયા રાઈટ્સધારક વાયકોમ18 સાથેની ભાગીદારીમાં ખાસ ભારતીય ઈવેન્ટ્સની વોચ પાર્ટીઝ યોજાશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us