
અંધેરી (પશ્ચિમ)માં ચિત્રકૂટ મેદાનમાં લાંબા સમયથી ફાયરબ્રિગેડ સ્ટેશન બાંધવાની માગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને છેવટે રાજ્ય સરકારે માન્ય રાખી છે. વિધાનસભામાં સ્થાનિક વિધાનસભ્યની માગણી બાદ રાજ્ય સરકારે આગામી છ મહિનામાં ટેન્ડર કાઢવાનો આદેશ આપ્યો હતો.
અંધેરી (પશ્ચિમ)માં સ્કાય પૅન અપાર્ટમેન્ટમાં જાન્યુઆરી મહિનામાં આગ લાગી હતી, જેમાં એક સિનિયર સિટિઝનનું મૃત્યુ થયું હતું. આ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ખાસ્સો એવો સમય નીકળી ગયો હતો. તેનો સંદર્ભ લઈને સ્થાનિક વિધાનસભ્યએ વિધાનસભામાં ચિત્રકૂટ મેદાન પર ફાયરબ્રિગેડ સ્ટેશન બાંધવાની માગણી કરી હતી.

અંધેરી (પશ્ચિમ)માં લક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ એ લોખંડવાલા, ઓશિવારા અને વર્સોવાને આવરી લેય છે. ચિત્રકૂટ મેદાન પર બૅન્કવેટ હૉલ સહિત ગેરકાયદે બાંધકામ આવેલા છે. પાલિકાના ડેવલપમેન્ટ પ્લાન મુજબ ચિત્રકૂટ ગ્રાઉન્ડ ફાયરબ્રિગેડ સ્ટેશન માટે રિઝર્વ છે. તેથી સરકારે ગેરકાયદે બાંધકામ હટાવીને ડેવલપમેન્ટ પ્લાનમાં રહેલા આરક્ષણ મુજબ પ્લોટ કબજોમાં લેવો જોઈએ અને ફાયરબ્રિગેડ સ્ટેશન ઊભું કરવું જોઈએ એવી માગણી અધિવેશનમાં સ્થાનિક વિધાનસભ્ય અમિત સાટમ દ્વારા કરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
