કચ્છથી મુંબઈ આવી રહેલી ટ્રેનમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં દીકરી-જમાઈ સાથે મુસાફરી કરતી આશરે 80 વર્ષની કચ્છી વૃદ્ધ મહિલાનું અચાનક તબિયત બગડતા અવસાન થયું હતું. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે, કહેવતને સાચી ઠેરવતી આ ઘટનાએ પરિવાર તેમજ મુસાફરોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલાના મૃતદેહને નવસારીથી મુંબઈ અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો.
નવસારી આરપીએફના અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22956 માં બેભાન થઈ ગયેલી એક વૃદ્ધ મહિલા અંગેનો અમને 13 એપ્રિલ સવારે 07:20 વાગ્યે, કોચ નંબર બી-4 માં હાજર રહેવા માટે એક ઈમરજન્સી સંદેશો મળ્યો હતો. જેના આધારે તપાસ કરતા ટ્રેનના કોચ નંબર બી/4ના બર્થ નંબર 48માં જ્યાં એક વૃદ્ધ મહિલા, આશરે 80 વર્ષની, તેની સીટ પર બેભાન હાલતમાં મળી આવી.

મહિલા તેના પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. તેણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક તબીબી સહાયની જરૂર હતી. ત્યારબાદ 108 નો સંપર્ક કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી. વૃદ્ધ મહિલાને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી અને વધુ સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
કચ્છના સાડઉ ના અને હાલ ડોમ્બીવલીમાં રહેતા કચ્છી વીશા ઓસવાલ તારાબેન વસંત લાલ ગાલા સાથે લોઅર પરેલ ખાતે રહેતી દીકરી પ્રગ્ના બેન અને નવીનભાઈ ભેડા ગાધીધામથી કચ્છ એકસપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા, એ વિશે વાત કરતા નવીનભાઇએ કહ્યું કે ગાધીધામથી અમે રવિવારે રાત્રે કચ્છ એકસપ્રેસમાં મુંબઈ આવવા માટે મુસાફરી કરી રહ્યા હતા મારી સાસુ એકદમ સ્વસ્થ હતા, સોમવારે સવારે ટ્રેન 6 વાગ્યા આસપાસ સુરત રેલવે સ્ટશેનથી પસાર થયા પછી અચાનક તેમની તબીયત લથડી હતી અમે સવારે 9.45 વાગ્યે નવસારી રેલવે સ્ટશેન પર પહોચ્યા હતા, એ દરમિયાન અમે કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહને મદદ માટે જાણ કરી હતી.

એથી નવસારી જૈન સમાજના કાંતિલાલ વેરશી ઘરોડ ( પત્રી), રાકેશભાઈ મણિલાલ વીરા (દેસલપુર, કંઠી) જાણકારી આપી તુરતજ બીજા અગ્રણીઓ પ્રકાશ ભાઈ દોશી, નવીનભાઈ શાહ, મહેન્દ્રભાઈ દરબાર અને સમગ્ર રેલ્વે સ્ટાફ નવસારી રેલવે સ્ટશેનને મદદ માટે પહોચ્યો હતો. હોસ્પિટલ લઇ જવા દરમિયાન એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને હાર્ટ પમ્પિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
