ભાંડુપ (વે)માં રહેતા વેપારી મોહમ્મદ બાન ૧૦ માર્ચ ૨૦૨૬ના તેમની કંપનીના કામદારોને પગાર આપવા માટે મુલુન્ડ -કોલોની, પવઈ ચોક ખાતે આવેલી એક બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા તે સમયે તેમની બેંકનું એટીએમ કાર્ડ મશીનમાં જ ફસાઈ ગયું હતું. અનેક પ્રયત્નો છતાં કાર્ડ ન નીકળતાં તેમજ હેલ્પલાઈન નંબર પર સંપર્ક ન થતાં મોહમ્મદ કાર્ડ ત્યાં જ મૂકીને ઘરે પરત ફર્યા હતા.

જોકે, બીજા દિવસે તેમના આઘાત વચ્ચે તેમના ખાતામાંથી ૧૦ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂા. ૧ લાખ ઉપાડવામાં આવ્યા હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો. મોહમ્મદે તાબડતોબ બેંકને જાણ કરી હતી અને એટીએમ કેન્દ્ર પર પહોંચીને તપાસ કરતાં કાર્ડ ત્યાં નહોતું તેથી તેમણે અજાણ્યા ચોરટાએ તેમના એટીએમ કાર્ડનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
