ઠાકરે જૂથના સાંસદો શિંદે જૂથના સંપર્કમાં હોવાની અફવાઓ ફેલાઈ છે. આ કથિત ‘ઓપરેશન ટાઇગર’ની પૃષ્ઠભૂમિ સામે રવિવારે પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા ‘માતોશ્રી’ ખાતે બોલાવવામાં આવેલી કટોકટીની બેઠકમાં ફક્ત 4 સાંસદો પ્રત્યક્ષ હાજર રહ્યા હતા.
શિવસેનાના પ્રવક્તા સાંસદ સંજય રાઉતે બળવાની બધી અફવાઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે બાકીના 5 સાંસદો ઓનલાઇન બેઠકમાં હાજર હતા.ઠાકરેની પાર્ટીના કુલ 9 સાંસદ લોકસભામાં ચૂંટાયા છે. રવિવારની સંવેદનશીલ બેઠકમાં ચાર સાંસદો અનિલ દેસાઈ (મુંબઈ દક્ષિણ-મધ્ય), અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ), સંજય દીના પાટીલ (મુંબઈ ઉત્તર-પૂર્વ), રાજાભાઉ વઝે (નાશિક) પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. નાગેશ પાટીલ- અષ્ટિકર (હિંગોલી), સંજય જાધવ (પરભણી), સંજય દેશમુખ (યવતમાળ), ભાઈસાહેબ વાકચૌરે (શિરડી), ઓમરાજે નિમ્બાલકરે (ધારાશિવ) ઓનલાઈન હાજરી આપી હતી.

સંજય રાઉતે ગેરહાજર સાંસદો વિશે વિગતવાર ખુલાસો કર્યો. “બેઠકમાં પાર્ટીના તમામ 9 સાંસદો હાજર હતા, ફક્ત કેટલાક જ ડિજિટલ રીતે હાજર હતા. નાગેશ પાટિલ અષ્ટિકરનો પુત્ર વિધાન પરિષદની ચૂંટણી લડી રહ્યો હતો તેથી તે પોતાના મતવિસ્તારના કામમાં વ્યસ્ત હતા. સંજય દેશમુખ હાલમાં તેમની પુત્રીનાં લગ્નની તૈયારી નિમિત્તે પ્રત્યક્ષ હાજર રહી શક્યા નહીં. ભાઉસાહેબ વાકચૌરે અને ઓમરાજે નિમ્બાલકર કૌટુંબિક અને તબીબી કારણોસર ઓનલાઈન જોડાયા હતા. સંજય જાધવે ફોન દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો.”
રાઉતે કહ્યું, “આ અમારી સામાન્ય માસિક બેઠક હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે સાંસદોને માર્ગદર્શન આપે છે. જે સાંસદો રૂબરૂ આવી શક્યા નથી તેઓ આગામી બે-ત્રણ દિવસમાં ‘માતોશ્રી’ પર રૂબરૂ આવીને પાર્ટીના પ્રમુખને મળશે.”
બીજી તરફ ધારાશિવના ધારાસભ્ય કૈલાસ પાટીલે સાંસદ ઓમરાજે નિમ્બાલકરની ગેરહાજરી અંગે ચાલી રહેલી ચર્ચાઓ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. “લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછીથી આવી અફવાઓ ફેલાઈ રહી છે. ‘ઓપરેશન ટાઇગર’ની ચર્ચાઓમાં બિલકુલ સત્ય નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
