ઘાટકોપર (પશ્ચિમ)ના ભટ્ટવાડી વિસ્તારમાં આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના સીડી (પગથિયાં) કોઈપણ પૂર્વ નોટિસ વિના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી આ ગંભીર ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી આયોગની કચેરી ખાતે ખાસ સુનાવણી યોજવામાં આવી હતી.
BMCના ઉચ્ચ અધિકારીઓ સમન્સ પાઠવી બોલાવાયા: બીએમસીની મનસ્વી કાર્યવાહી સામે મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ ચેતનભાઈ દેઢિયાએ સખત વલણ અપનાવ્યું હતું. તેમણે આ બાબતને અત્યંત ગંભીર ગણાવીને BMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સહિતની ટીમને સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવા કડક સમન્સ પાઠવ્યા હતા.

તર્કબદ્ધ રજૂઆત સામે અધિકારીઓ બેકફૂટ પર: સુનાવણી દરમિયાન ઉપાધ્યક્ષ ચેતનભાઈ દેઢિયાએ પોતાની કાયદાકીય સમજણ, સચોટ પ્રશ્નોત્તરી અને દ્રઢ રજૂઆત દ્વારા બીએમસીના અધિકારીઓની બિનકાયદાકીય કાર્યવાહી સામે આકરા સવાલો કર્યા હતા. તેમની કાયદાકીય પકડ સામે અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી સ્પષ્ટતા કરવી પડી હતી.
ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી: સુનાવણીના અંતે બીએમસીના સંબંધિત વોર્ડ અધિકારીએ આયોગ સમક્ષ લેખિત/મૌખિક ખાતરી આપી હતી કે:
- ભવિષ્યમાં કોઈપણ પૂર્વ સૂચના અથવા કાયદાકીય પ્રક્રિયા વિના આવી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.
- ભટ્ટવાડી જૈન સંઘને વહીવટી સ્તરેથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.
જૈન સમાજ દ્વારા ચેતનભાઈ દેઢિયાનો આભાર: જૈન સમાજના ધાર્મિક સ્થળના સંરક્ષણ માટે ત્વરિત હસ્તક્ષેપ કરવા બદલ ભટ્ટવાડી જૈન સંઘે ચેતનભાઈ દેઢિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સમાજના ધાર્મિક હકો અને સ્થળોની સુરક્ષા માટે તેમની આ સજાગતાને સમગ્ર જૈન સમુદાયે બિરદાવી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
