
અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (UPPCL)ના પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSP) તરફથી 1,250 મેગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા માટેનો લેટર ઓફ એવોર્ડ (LOA) હાંસલ કર્યો.
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (UPPCL)ના પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSP) તરફથી 1,250 મેગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા માટેનો લેટર ઓફ એવોર્ડ (LOA) હાંસલ કર્યો હોવાની આજે જાહેરાત કરી છે. આ પનૌરા પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ ઓછામાં ઓછા 40 વર્ષ માટેની પ્રતિબદ્ધતા ધરાવે છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આકાર લેનારો આ પ્રોજેક્ટ આગામી છ વર્ષમાં સંપ્પન થવાની સંભાવના છે.

રિન્યુએબલ્સ એનર્જીને સંકલિત કરી ગ્રીડમાં ઠાલવીને ચોવીસ કલાક રિન્યુએબલ ઉર્જા પ્રદાન કરવા માટેના ભારતના સ્વચ્છ ઉર્જાના લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેના મોટા પાયે સંગ્રહ માટેના પ્રક્લ્પોના વિકાસની આવશ્યકતા ઉભી થઇ છે. અદાણી ગ્રીન એનર્જીએ તેના હાલના સૌર, પવન અને હાઇબ્રિડ પ્રકલ્પો ઉપરાંત ઉર્જા સંગ્રહ માટેના ઉકેલોનો સમાવેશ કરવા માટે તેના પોર્ટફોલિયોમાં ઠોસ અને વ્યવસ્થિત પ્રયાસો સાથે વૈવિધ્યકરણ કર્યું છે.
2030ના વર્ષ સુધીમાં અદાણી ગ્રીનની 5 ગીગાવોટ હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્રોજેકટ ક્ષમતા ઉમેરવાની યોજના છે. કંપનીએ આંધ્રપ્રદેશમાં ચિત્રાવથી નદી ખાતે 500 મેગાવોટ, મહારાષ્ટ્રમાં તરાલીમાં 1500 મેગાવોટ અને આંધ્રપ્રદેશમાં ગાંડિકોટામાં 1800 મેગાવોટના તેના હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્રકલ્પોનું નિર્માણ પણ શરુ કરી દીધું છે.
સૌથી વધુ કરકસરયુકત-સ્પર્ધાત્મક, પરિપક્વ અને સ્કેલેબલ ટેકનોલોજીઓમાંની એક તરીકે હાઇડ્રો પીએસપી નોંધપાત્ર સંભાવના ધરાવે છે. પાણીને પમ્પ કરવા અને ટકાઉ સ્રોતો દ્વારા રાત્રીના ઉર્જાની માંગના પીક ટાઇમમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે દિવસમાં સૌરમાંથી પેદા થયેલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ હાઇડ્રો પીએસપી કરે છે. સમયની ચકાસણીમાં પાર ઉતરેલા અને ઘરઆંગણે ઉપલબ્ધ હોવા ઉપરાંત PSPsએ ઉર્જાનો સંગ્રહ કરવા માટે સૌથી સ્વચ્છ અને સલામત ટેકનિક સાથે તે ગ્રીડની સ્થિરતા,પીક શેવિંગ અને સરળ ઉર્જા વ્યવસ્થાપન જેવા અગણિત લાભો પ્રદાન કરે છે. વધુમાં હાઇડ્રો પીએસપી આવર્તન નિયમન અને અનામત ઉત્પાદન પુરુ પાડતા હોવાથી તેને મજબૂત અને સ્થિતિસ્થાપક ઉર્જા માળખાનો ભાગ બનાવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
