September 08, 2024
11 11 11 AM
रोहित शर्मा: ब्रांड या खिलाड़ी, हिटमैन पर क्या बड़ा दांव लगाएंगी आईपीएल टीमें
‘માણસો પોતાને ભગવાન માનવા લાગે છે’: વારંવાર આવા નિવેદન કરી RSS પ્રમુખ ભાગવત કોની ઝાટકણી કાઢે છે?
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન
લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યાં
સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે
દાદરની ફૂલ બજારનો 200 કરોડનો બિઝનેસ
વિકાસ માર્ગે જતાં મહારાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું
Health Tips – આયુર્વેદ દહીં અને ડુંગળી એકસાથે ખાવાની કરે છે મનાઈ, ખાવાથી થાય છે આ 3 સમસ્યા
આજનું રાશિફળ (Sunday, September 8, 2024)
અવસાન નોંધ
Breaking News
रोहित शर्मा: ब्रांड या खिलाड़ी, हिटमैन पर क्या बड़ा दांव लगाएंगी आईपीएल टीमें ‘માણસો પોતાને ભગવાન માનવા લાગે છે’: વારંવાર આવા નિવેદન કરી RSS પ્રમુખ ભાગવત કોની ઝાટકણી કાઢે છે? 60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે દાદરની ફૂલ બજારનો 200 કરોડનો બિઝનેસ વિકાસ માર્ગે જતાં મહારાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું Health Tips – આયુર્વેદ દહીં અને ડુંગળી એકસાથે ખાવાની કરે છે મનાઈ, ખાવાથી થાય છે આ 3 સમસ્યા આજનું રાશિફળ (Sunday, September 8, 2024) અવસાન નોંધ

મુલુંડના બાલરાજેશ્વર મંદિર પાસે ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા દર્દનાક મૃત્યુ

મુલુંડના બાલરાજેશ્વર મંદિર પાસે ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા દર્દનાક મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એલબીએસ માર્ગ પર બાલરાજેશ્વર મંદિરના સિગ્નલ પાસે ગઈકાલે સોમવાર, તા.૧૫ એપ્રિલના સાંજે છ વાગ્યાની આસપાસપૂરપાટ વેગે જઈ રહેલાં એક ડમ્પરે રસ્તો ક્રોસ કરી રહેલા પુરુષને અડફેટે લેતાં તે નીચે પડી ગયો હતો અને તેના માથા પરથી ડમ્પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થઈ ગયું હતું.

દુર્ઘટના ઘટતા જ ડમ્પર ચાલકે ડમ્પર ભગાવી મૂક્યું હતું અને વીણાનગર સિગ્નલ પાસે ડમ્પર મૂકીને ચાલક નાસી છૂટ્યો હતો. ગમખ્વાર અકસ્માતને પગલે મુલુન્ડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. તેની વય અંદાજે ૫૦ વર્ષની આસપાસ હશે અને તે રસ્તો ઓળંગીને કદાચ મંદિરમાં જઈ રહ્યો હશે એવો પોલીસનો પ્રાથમિક અંદાજ છે.

ડમ્પર તેના પરથી ફરી વળતા તેનું માથું ફાટી ગયું હતું અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. દુર્ઘટનાને પગલે અત્રે એકાદ કલાક માટે ટ્રાફિક જેમ થઈ ગયો હતો. પોલીસે મૃતકની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તેની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “મુલુંડના બાલરાજેશ્વર મંદિર પાસે ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા દર્દનાક મૃત્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us