
મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૭૬ વર્ષનાં વસંતબહેન માધવજી સોમૈયા (ઠક્કર)નું રિક્ષાની અડફેટે આવતાં મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. મંગળવારે સવારે તે મહાકવિ કાલિદાસ રોડ પરથી ચાલતાં-ચાલતાં સ્વામીનારાયણ મંદિર જઈ રહ્યાં હતાં ત્યારે બ્રેક ફેલ થયેલી રિક્ષાની અડફેટે આવતાં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે રિક્ષા- ડ્રાઈવર મહાદેવ ચવાણ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી અને આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. વસંતબહેન ફુટપાથ પરથી ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે રિક્ષાએ ફુટપાથ પર ચડીને વસંતબહેનને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે તેમના માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હોવાની માહિતી પોલીસે આપી હતી.

સ્વામીનારાયણ મંદિરમાં જવાનો તેમનો નિત્યક્રમ હતો અને ખાસ મંદિરમાં રોજ જઈ શકે એ માટે તેઓ મુલુંડમાં એકલાં રહેતાં હતાં. મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલની સામેની ફુટપાથ પરથી ચાલીને સ્વામીનારાયણ મંદિર તરફ જઈ રહ્યાં હતાં. દરમ્યાન નવ વાગ્યાની આસપાસ પાછળથી આવતી એક રિક્ષાએ મમ્મીને પાછળ બાજુથી ટક્કર મારી હતી જેને કારણે મમ્મીનું માથું જમીન પર અથડાયું હતું. ભેગા થયેલા લોકોએ તેને તાત્કાલિક ઇલાજ માટે અગ્રવાલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે ત્યાંના ડૉક્ટરે ઇલાજ કરતાં પહેલાં જ તેમને મૃત જાહેર કર્યાં હતાં.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
