September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

ઘાટકોપરના ગુજરાતીએ યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારી પછી થયું તેના સાથે સેક્ટોર્શન અને ગુમાવ્યા દોઢ લાખ રુપિયા

ઘાટકોપરના ગુજરાતી સાથે સાયબર ફ્રોડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાટકોપર-ઈસ્ટની એક સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના ગુજરાતી યુવકને ૨૧ એપ્રિલે બપોરે ફેસબુક પર પૂજા શાહ નામની યુવતીએ ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલીને પોતાનો મોબાઇલ- નંબર આપ્યો હતો. ત્યાર બાદ તેણે વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને પોતાનાં વસ્ત્રો એક-એક કરીને ઉતાર્યાં હતાં. જોકે શું થઈ રહ્યું છે એ જાણવા જતાં પહેલાં જ વિડિયો-કૉલ પૂરો થઈ ગયો હતો. એ પછી થોડી જ વારમાં એક વ્યક્તિએ યુવકને ફોન કરીને પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ વિડિયો- કૉલમાં મળેલો વિડિયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વાઇરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી ૧,૫૬,૫૦૦ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ વધુ પૈસાની ડિમાન્ડ કરવામાં આવતાં યુવકે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

યુવકે ગુજરાતી યુવતીની ફ્રેન્ડ- રિક્વેસ્ટ હતી એટલે સ્વીકારી હોવાનું જણાવીને પંતનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ યુવક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. પૂજાની ફ્રેન્ડ—રિક્વેસ્ટ સ્વીકારીને બન્નેએ વાતો શરૂ કરી હતી અને ફોન- નંબર એક્સચેન્જ કર્યા હતા. પૂજાએ મેસેજમાં તેને ફોન—સેક્સ કરવાની ઇચ્છા છે એમ કહીને વિડિયો-કોલ કર્યો હતો. ફોન ઉપાડતાંની સાથે જ તેણે યુવકને બાથરૂમમાં જવાનું કહ્યું હતું. ત્યાં યુવતીએ પોતાનાં તમામ કપડાં એક પછી એક કાઢીને યુવકને પણ કપડાં કાઢવા કહ્યું હતું. ત્યાર બાદ બાવીસ એપ્રિલે બપોરે એક વ્યક્તિએ યુવકને ફોન કરીને પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને તમારી ફરિયાદ મને મળી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેણે તમારો વિડિયો વાઇરલ થઈ જશે એમ જણાવીને એ વિડિયો વાઇરલ થતો અટકાવવા જજની ફી, વકીલની ફી, કેસ બંધ કરવાની ફી જેવાં કારણો આપીને ૧,૫૬,૫૦૦ રૂપિયા પડાવ્યા હતા.’

પંતનગર પોલીસે ઈન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ, ખંડણી, સરકારી અધિકારી હોવાનું કહીને ધમકાવવા બદલ અજાણ્યા યુવક સામે ૨૩ એપ્રિલે ફરિયાદ નોંધી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us