થાણેથી પાલી જઈ રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એસટી)ની બસમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ બસમાં ૪૦થી ૪૫ પ્રવાસીઓ હતા. આગની જાણ થતાં જ તમામ પ્રવાસીઓ બસમાંથી બહાર નીકળી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બસ સવારે ૮ વાગ્યે થાણેના ખોપટ એસટી સ્ટેશનથી પાલી જવા રવાના થઈ હતી. આ બસમાં કુલ ૪૦ થી ૪૫ પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે બસ કલવાના વિટાવા વિસ્તારમાં પહોંચી ત્યારે બસના એન્જિનમાં  ટેકનિકલ ખામી સર્જાતા અચાનક  આગ લાગી ગઈ હતી.

બસમાં  આગ લાગતા જ તમામ મુસાફરો  તાત્કાલિક ઈમજન્સી દરવાજામાંથી બહાર નીકળી ગયા હતા. જેથી મોટો અકસ્માત થતા બચી ગયો હતો. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસે ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. થોડી જ વારમાં ફાયર વિભાગની ટીમ અને ડિઝાસ્ટર મેનજમેન્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

 આ ઘટનામાં ફાયર વિભાગે થોડી જ વારમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. જો કે, આગ લાગતા બસને આંશિક નુકસાન થયું છે. સદનસબીએ આગની આ ઘટનામાં કોઈ મુસાફરને  ઈજા થઈ નથી. તેમજ હાલ આ મામલે આગનું ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us