• સિદ્ધાર્થ રોય કપૂર આ ફિલ્મનું નિર્માણ કરશે
  • રોય કપૂર ફિલ્મે સુકુમાર સેનના જીવન પર તૈયાર થવા જઈ રહેલી ફિલ્મના અધિકાર ખરીદી લીધા
  • સિદ્ધાર્થ રોય કપૂર આ બાયોપિકને લઇને ખૂબ ઉત્સાહિત

ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર હાલમાં ચર્ચામાં છે. તેઓ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીના સૂત્રધાર એટલે કે દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) સુકુમાર સેન પર બાયોપિક તૈયાર કરવા જઈ રહ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ રોય કપૂર ફિલ્મે સુકુમાર સેનના જીવન પર તૈયાર થવા જઈ રહેલી ફિલ્મના અધિકાર ખરીદી લીધા છે. રોય કપૂર ફિલ્મે આજે સોશિયલ મીડિયા હેન્ડલ પર સુકુમાર સેન અને સિદ્ધાર્થ રોય કપૂરની તસવીરો શેર કરી હતી. પ્રોડક્શન હાઉસ તરફથી તસવીરો શેર કરતાં લખવામાં આવ્યું છે કે, ‘ગયા મહિને તમે કયું બટન દબાવીને કોને મત આપ્યો, તે વાતથી કોઈ ફરક નથી પડતો. અસલી કથા તો તમારી તર્જની આંગળી પર લાગેલી નાનકડી કાળી રેખા છે. અમે તમારા માટે એક અવિશ્વસનીય કથાનક લઈને આવી રહ્યા છીએ. તમે કદાચ તેને મિસ કરવાનું નહીં ઇચ્છો.

સિદ્ધાર્થ રોય કપૂર આ બાયોપિકને લઇને ખૂબ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે,’અમે આપણા રાષ્ટ્રીય નાયકો પૈકીના એક મહાનાયક સુકુમાર સેનના અવિશ્વસનીય કથાનકને મોટા પરદા પર લાવવા જઈ રહ્યા છીએ. મારા માટે આ ગર્વની વાત છે. સુકુમાર સેને ભારતની લોકશાહીના

ઇતિહાસને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે વિવિધ પ્રતીકો અને રંગોની મદદથી રાજકીય પક્ષોની ઓળખ કરવાની પદ્ધતિની ભેટ આપી. મતદારોની નિરક્ષરતાની સમસ્યાનો ઉકેલ શોધીને મતદાન પછી મતદારના નખ પર સહી લગાવવાનો વિચાર પણ તેમનો હતો. તેમણે કરેલી પહેલનું આજે અનુસરણ થઈ રહ્યું છે.’

સુકુમાર સેનના પરિવારે ખુશી વ્યક્ત કરી

સુકુમાર સેનના જીવન પર બનવા જઈ રહેલી ફિલ્મને મુદ્દે તેમના પરિવારે ખુશી જાહેર કરી છે. તેમના પૌત્ર સંજીવ સેને કહ્યું કે,’એક રાષ્ટ્રના રૂપમાં ભારતને મળેલી સૌથી મોટી સફળતા તે તેની સફળ લોકશાહી છે. તમામ લોકશાહીનો પાયો તે નિષ્પક્ષ ચૂંટણી છે. જીવંત મતદાનની આધારશિલા મૂકવાનું શ્રેય સુકુમાર જૈનને જાય છે. અમારા દાદા સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા તેનું અમને ગૌરવ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us