મુલુંડ (વે)માં રાઘવેન્દ્ર સ્વામી માર્ગ સ્થિત શ્રીનાથ કોમ્પલેક્સમાં રહેતા અને ટેક્સટાઈલનો વ્યવસાય કરતાં ૬૭ વર્ષીય જિતેન્દ્ર કોરડિયા ૮ જુલાઈ ૨૦૨૫ના રાબેતા મુજબ ઝવેર રોડ પર શાકભાજી લેવા નીકળ્યા હતા. આ સમયે જિતેન્દ્રભાઈએ પોતાનો રૂા. ૫૨,૫૦૦ની કિંમતનો આયફોન ૧૫ શર્ટના ઉપરના ખિસ્સામાં રાખ્યો હતો જે થોડીવાર પછી તેમણે ચેક કરતા ગાયબ થયો હોવાનું જણાયું હતું.

જિતેન્દ્રભાઈએ તેમના મોબાઈલ ક્રમાંક પર સંપર્ક કરતા રિંગ વાગતી હતી પરંતુ ફોન કોઈ ઉપાડતું નહોતું અને આસપાસના વિસ્તારમાં પણ તેમણે તપાસ કરી પરંતુ મોબાઈલ ફોન ન મળ્યો, તેમનો ફોન ચોરાઈ ગયો હોવાની ખાતરી થઈ જતા જિતેન્દ્રભાઈ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
