September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

બાદશાહનો ફિલ્મ ‘આદિપુરુષ’ પર કટાક્ષ

ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષની સૌથી વધુ ચર્ચામાં રહેનાર ફિલ્મોમાંની એક હતી. ફિલ્મના દ્રશ્યો, VFX, ખરાબ સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સના કારણે પ્રભાસ સ્ટારર આ ફિલ્મ ખુબ ટ્રોલ પણ થઇ હતી. આ જ કારણ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી ન શકી હતી. ‘આદિપુરુષ’ પર દર્શકો અને વિવેચકો સહિત ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ પણ ટોણા મારતા જોવા મળ્યા છે અને હવે આ લિસ્ટમાં રેપર બાદશાહનું નામ પણ જોડાઈ ગયું છે.

બાદશાહ તાજેતરમાં જ એક ટીવી શોના પ્રચાર માટે શિલ્પા શેટ્ટી સાથે એક ડાન્સ રિયાલિટી શોમાં દેખાયો હતો. શોમાં શિવાંશુ સોનીએ તેના કોરિયોગ્રાફર વિવેક સાથે પરફોર્મ કર્યું અને રામાયણની એક ઝલક બતાવી, જેમાં તે મહાકાવ્યના પાત્રો તરીકે સજ્જ જોવા મળ્યો હતો. આ જોયા બાદ બાદશાહે ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ પર કટાક્ષ કર્યો અને પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યો હતો.

બાદશાહે ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ પર ખુલ્લેઆમ ટિપ્પણી કરી અને સ્પર્ધકોને કહ્યું, ‘600 કરોડ વિના 600 કરોડ વાળી ફીલ આપી દીધી તમે’. અહેવાલ મુજબ ‘આદિપુરુષ’નું બજેટ 600 કરોડ રૂપિયા હતું. ‘આદિપુરુષ’માં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.

‘આદિપુરુષ’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ

‘આદિપુરુષ’ની રિલીઝ પહેલા, ફેન્સમાં તેના માટે ખાસ્સો ઉત્સાહ હતો. આ જ કારણ છે કે તેને બોક્સ ઓફિસ પર ઓપનિંગ વીકએન્ડમાં સારી કમાણી કરવામાં મદદ મળી હતી. જો કે, જેમ જેમ ખરાબ રિવ્યુ આવ્યા અને લોકોને સમજાયું કે ફિલ્મ કેટલી ખરાબ છે, તેનું કલેક્શન ઘટી ગયું. બાદમાં ફિલ્મના લેખક મનોજ મુન્તશીરે ફિલ્મમાં ખરાબ સંવાદો લખવા બદલ જાહેરમાં બધાની માફી માંગી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us