દેશમાં ચોમાસુ આવી ગયુ છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

મુંબઈ શહેરમાં આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે પ્રી-મોન્સુન વરસાદની સંભાવના છે.

દરમિયાન આ વરસાદના એક ઝાપટાંના કારણે ગાંધી માર્કેટ, માટુંગામાં પાણી ભરાયાં હતાં. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે..

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us