September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

હું ઈગો મિડિયાનો ડાયરેક્ટર નથીઃ ભાવેશ ભીંડે 

13 મેએ ઘાટકોપર છેડાનગરમાં પેટ્રોલપંપ પર હોર્ડિંગ તૂટી પડીને 17નો ભોગ અને 80ને ઈજાગ્રસ્ત સ્થિતિમાં મૂકી દેનારી દુર્ઘટના સંબંધમાં ધરપકડ કરવામાં આવેલો મુલુંડનો રહેવાસી ભાવેશ પ્રભુદાસ ભીંડે (50) ઈગો મિડિયા પ્રા. લિ.નો ડાયરેક્ટર નથી અને કંપનીની આર્થિક વ્યવહારો સાથે સંબંધ નથી એવું કહીને પોલીસને સતત હંફાવી રહ્યો છે. જોકે તપાસમાં કંપનીનાં બેન્ક ખાતાં પંજાબ નેશનલ બેન્ક, મહારાષ્ટ્ર બેન્ક તેમ જ અન્ય બેન્કોમાં હોઈ તેમાં વિવિધ માર્કેટિંગ કંપનીઓમાંથી ઈગોના હોર્ડિંગના ભાડાંની રકમ જમા થઈ હોવાનું અને તે ખાતામાંથી ભાવેશ, તેની પત્ની જિજ્ઞા, તેની પુત્રી અને પુત્રના વ્યક્તિગત બેન્ક ખાતામાં રકમ વાળવામાં આવી હોવાનું દેખાયું છે, એમ પોલીસે રવિવારે હોલીડે કોર્ટમાં ભાવેશની કસ્ટડી વધારવાની માગણી કરતાં કોર્ટને માહિતી આપી હતી.

આ પરથી ભાવેશ જ આ કંપનીનો મુખ્ય કર્તાહર્તા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, પરંતુ તે આર્થિક વ્યવહારની માહિતી આપતો નથી. તપાસમાં સહયોગ આપતો નથી. ઈગોનાં 4 હોર્ડિંગ હોઈ તેમાંથી 3 ડિયાલોજી કંપનીને અને તૂટી પડેલું હોર્ડિંગ મિનીમેક્સને માર્કેટિંગ માટે ભાવેશે આપ્યું હતું. તે પરથી પણ ઈગોનો ડાયરેકટર ભાવેશ જ છે એવું જણાયું છે. તૂટી પડેલા હોર્ડિંગની ડિઝાઈન કોણે તૈયાર કરી, તેનું ફેબ્રિકેશન કોણે કર્યું, ગોઠવણી કોણ કરતું વગેરે માહિતી ભાવેશ આપતો નથી, એમ પણ પોલીસે કોર્ટને જણાવ્યું હતું.

ઈગોના મુંબઈમાં 28 હોર્ડિંગ્સ છે. તેની સાથે સંબંધિતઅન્ય હોર્ડિંગ્સ પણ છે, જે થકી ભાવેશને કરોડો રૂપિયાની આવક મળે છે. આમ છતાં વધારાનો આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી દુર્ઘટનાગ્રસ્ત હોર્ડિંગનું બાંધકામ હલકું કર્યું હતું.ભાવેશ 20-22 વર્ષથી હોર્ડિંગના ધંધામાં છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં તેને નામે ગુના દાખલ છે. વળી, હોર્ડિંગ સ્પષ્ટ રીતે દેખાય તે માટે વિસ્તારમાંનાં ઝાડ ગેરકાયદેસર તોડવાં, ઝાડને ડ્રિલ કરીને તેમાં ઝેરી દ્રવ્ય નાખીને ઝાડનો નાશ કરવો, હોર્ડિંગના નિયમો અને કાયદાનું ઉલ્લંઘન સંબંધી ગુના દાખલ છે. સહ-કર્મચારી સાથે દુષ્કર્મ કરવાનો, છેતરપિંડી કરવાનો પણ આરોપ છે.

દરમિયાન રવિવારે હોલીડે કોર્ટમાં હાજર કરાતાં તેનિ પોલીસ કસ્ટડી 29 મે સુધી વધારવામાં આવી હતી. ભાવેશ વતી એડવોકેટ રિઝવાન મર્ચન્ટે રિમાંડ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે પોતાના અસીલ વિરુદ્ધ દાખલ એફઆઈઆર તૂટી પડેલા હોર્ડિંગ સંબંધમાં જ છે. જોકે બંને પક્ષને સાંભળ્યા પછી કોર્ટે 29 મે સુધી રિમાંડ વધાર્યા હતા. 16 મેએ તેને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવાયો હતો.

ભાવેશે આ ધંધા માટે સ્લોપ મિડિયા, ગુજ્જુ એડ પ્રા. લિ., પોર્ટી બ્રાન્ડ કોમ, મિડોઝ મિડિયા, ગુજ્જુ આઉટડોર પ્રા. લિ., ગુજ્જુ એડ પ્રાપ્રાઈટર વગેરે કંપની સ્થાપી હતી, પરંતુ ગેરરીતિને લીધે ઘણી કંપનીઓ બ્લેકલિસ્ટ થઈને અકાઉન્ટ એનપીએ થઈ ગયા હોવાથી ગો મિડિયા પ્રા. લિ. અન્ય સહયોગીઓ થક શરૂ કરીને કંપની પર એકહથ્થુ વર્ચસ વિવિધ માર્ગે રાખ્યું હતું,

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us