September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

શેરબજારના નામે મુલુંડવાસી ગુજરાતી સાથે થઈ છેતરપિંડી

શેરબજારના નામે મુલુંડવાસી ગુજરાતી સાથે થઈ છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુલુન્ડ (વે)માં વીણાનગર વિસ્તારમાં રહેતા અને ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરતા પાર્થ નંદાએ શેરબજાર તેમજ નવા શેર ઈશ્યુ (આઈપીઓ) અંગે માહિતી મેળવવા અંતર્ગત જોડાયેલા વોટ્સએપ ગ્રુપમાં તેમની સાથે સાયબર ફોડ થયું હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ પાર્થ ૨૨ માર્ચના શેરબજારની લેટેસ્ટ માહિતી એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ ઓફિશ્યિલ સ્ટોક કમ્યુનિટી નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા અને ગ્રુપે અમુક રકમ પાર્થના ખાતામાં જમા કરીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ ૨ એપ્રિલથી ૮ એપ્રિલ સુધીમાં બે વખત આઈપીઓ ભરવા માટે પાર્થે પ્રથમ રૂા.૧ લાખ ઉક્ત કંપનીના ખાતામાં જમા કરાવ્યા હતા ૪ એપ્રિલના વધુ એક આઈપીઓ લેવા માટે પાર્થે રૂા.૧.૭૮ લાખ ગ્લોબલ સિક્યોરિટીસના ખાતામાં જમા કરાવ્યા હતા અને દરેક વખતે પાર્થને તેમના વર્ચ્યુઅલ ખાતામાં નફા સાથેની રકમ જોવા મળી જોકે તેમણે તે ઉપાડવાનો પ્રયાસ કર્યો નહોતો.

૫ એપ્રિલના પાર્થને તેના વોલેટમાં ઈન્ડિયા વોટિંગના રૂા. ૧૦ હજાર અને આઈપીઓમાં રોકાણ કરતા જ્યારે બીજા રૂા.૯ લાખનો નફો રળ્યો હોવાનું દેખાયું હતું જેને પગલે તેમણે રકમ ઉપાડવા માટે પ્રયાસ કર્યો તો તેમાં વિડ્રોઅલ ઓપ્શન પર ક્લિક કરતાં તમામ રકમ પેન્ડિંગમાં જમા થઈ ગઈ હોવાનું જોવા મળ્યું અને પાર્થની તેમણે મેળવેલી નફાની રકમ મૃગજળ સમાન સાબિત થઈ હતી. પાર્થને એપ વિશે શંકા જણાતા ૮ એપ્રિલના તેણે સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જોકે પાર્થના સદ્દનસીબે તેણે ભરેલા २.७८ લાખમાંથી રૂા.૩૦૫૩૧ તેના બચત ખાતામાં પહેલા જ જમા થઈ ગયા હતા. પાર્થે ત્યારબાદ મુલુન્ડ પોલીસ રૂા.૨,૪૭,૪૬૯ના સાયબર ફોડની ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “શેરબજારના નામે મુલુંડવાસી ગુજરાતી સાથે થઈ છેતરપિંડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us