દેશના બજારમાં ચૈત્રી નવરાત્રિ પ્રારંભના એક દિવસ પહેલા તેજીનો તરવરાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટી તથા સોના-ચાંદીમાં ઑલટાઇમ હાઇ તેજી નોંધાઈ હતી. શેરબજારે છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ.400 લાખ કરોડને ક્રોસ કર્યું છે. સેન્સેક્સ-નિફ્ટીમાં આવેલી તેજી અને સ્મોલ અને મિડકેપ શેરોના મલ્ટીબેગર રિટર્નને કારણે શેરબજારની માર્કેટ કેપમાં નોંધપાત્ર વધારો થયો છે.

સેન્સેક્સ 74742.50 અને નિફ્ટી 22666.30 પોઇન્ટની નવી ટોચ બનાવતાની સાથે જ માર્કેટ કેપ વધીને 400.91 લાખ કરોડ પહોંચ્યું છે. ડોલર મૂલ્યમાં 4.81 ટ્રિલિયનથયું હતું. આ મૂલ્ય સાથે ભારતીય શેરબજાર વિશ્વમાં ચોથા સ્થાને રહ્યું છે. અમેરિકાના શેરબજાર લગભગ 60 ટ્રિલિયનડોલર સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે. ત્યારબાદ ચીનનું માર્કેટ કેપિટલાઇઝેશન 10.6 ટ્રિલિયનડોલર તો જાપાનનું 6.5 ટ્રિલિયનડોલર આસપાસ રહ્યું છે.

ભારતીય શેરબજાર જે રીતે આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા રોકાણકારોની મૂડીમાં સતત વધારો થતો રહેશે. બીએસઇના અહેવાલ અનુસાર 5 જુલાઈ, 2023ના રોજ માર્કેટ કેપ રૂ.300 લાખ કરોડ પહોંચી ગયું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us