સ્પેશિયલ પોક્સો કોર્ટે તાજેતરમાં ૫૮ વર્ષીય હવે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ શરદ હાંડેને ૨૦૧૭માં મુલુન્ડની એક હોસ્પિટલમાં પોલીસ બૂથમાં ૧૩ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવા બદલ પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. ૧૯ ઓક્ટો. ૨૦૧૭માં ફટાકડા ફોડવાના મુદ્દે પાડોશી દ્વારા મારપીટ કરાયા બાદ બાળકીની મમ્મી ઘાયલ થતાં તેણી હોસ્પિટલમાં ગઈ હતી અને સાથે તેની પુત્રીને પણ લઈ ગઈ હતી ત્યારે આ ઘટના ઘટી હતી.

ઘટનાની વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલ હાંડે ૨૦૧૭માં મુલુન્ડની જનરલ હોસ્પિટલમાં કાર્ય સંભાળતો હતો. હોસ્પિટલમાં બાળકીની માતાએ પોલીસ રૂમ જોયો અને તેના પાડોશી સામે કેસ નોંધાવવાનું નક્કી કર્યું. જોકે તેને ભાંડુપ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી ત્યાં જતી વખતે મહિલાને વોશરૂમ જવું હોવાથી તેની પુત્રીને થોડો સમય પોલીસ રૂમમાં રહેવા દેવાની વિનંતી કરી હતી જ્યારે માતા-પુત્રી બંને હોસ્પિટલથી નીકળ્યા ત્યારે સવારના પોણા પાંચ વાગ્યા હતા અને તે જ ક્ષણે બાળકીએ રડવાનું શરૂ કર્યું અને તેની માતાને હાંડેએ તેને બે વખત અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનું જણાવ્યું હતું. બાળકીને હાંડેએ તેની માતાને આ વાત નહીં જણાવવા માટે ધમકી આપીહતી તેથી માતા-પુત્રી બંને હોસ્પિટલમાં પરત ફર્યા હતા અને ડોક્ટરને આ અંગે જાણ કરતા તેમણે પોલીસને બોલાવી હતી અને હંદે વિરુદ્ધ ફરિયાદ નોંધીને તાત્કાલિક ધરપકડ કરી હતી.

હાલમાં નિવૃત્ત કોન્સ્ટેબલ જાતીય શોષણના આરોપમાં દોષિત જણાતા જજ કલ્પના પાટીલે આરોપીએ કરેલા આક્ષેપો કે બાળકીની માતાએ પૈસા કઢાવવા માટે તેની સામે ખોટો કેસ કર્યો હોવાની બાબત સાથે ઘટનાનો રદિયો આપતાં કહયું હતું કે પીડિતાએ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તુરંત જ ઘટના અંગે તેની માતાને જણાવ્યું હતું અને તેઓ તુરંત જ હોસ્પિટલમાં પરત ફર્યા હતા તેથી બાળકીની માતાએ વાર્તા ઉપજાવી કાઢી હોય તે વાતમાં તથ્ય નથી અને હાંડેને પાંચ વર્ષની સજા તેમજ રૂા.૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આરોપી ૨૦ ઓક્ટો. ૨૦૧૭થી ૨ ડિસે. ૨૦૧૭ સુધી જેલમાં હતો. તેણે જેલમાં વિતાવેલો સમય સજા સામે બાદ કરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

One thought on “મુલુંડની હોસ્પિટલમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બાળકીની જાતીય સતામણી કરવા બદ્દલ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us