September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

મુલુંડવાસી રીઅલ એસ્ટેટ એજન્ટ દ્વારા લોન અપાવવાના નામે કરી લાખોની છેતરપિંડી

મુલુન્ડમાં શિતલાદેવી રોડ, શિવકૃપા સોસાયટીમાં રહેતા અને પ્રોપર્ટી ખરીદી અને વેચાણનું કામ કરતા સચિન વાઘ (૫૧)એ રૂા. ૨૫ કરોડની લોન અપાવવાના બહાને મુરલીધરન નામની વ્યક્તિએ રૂા.૨૦,૫૩,૫૦૦ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ સચિન અને તેમના પત્ની સંયુક્ત નામ ધરાવતા નવી મુંબઈના પ્લોટનું ડેવલપમેન્ટ કરવા માટે તેમને રૂા.૨૫ કરોડની લોન જોઈતી હતી અને આ બાબતે તેમના મિત્રએ તેમનો પરિચય મુલુન્ડ (ઈ)માં જ રહેતા મુરલીધરન પન્નીકર સાથે કરાવ્યો હતો જેણે સચિનને વી.કે. એન્ટરપ્રાઈઝ ફાયનાન્સ કંપની મારફત રૂા. ૨૫ કરોડની લોન અપાવશે તેમજ લોન અપાવવા માટેના કમિશનની રકમ પેટે રૂા.૨૫,૫૩,૫૦૦ એડવાન્સમાં આપવા પડશે એવું જણાવ્યું. સચિને મુરલીધરન પર વિશ્વાસ કરીને ઓગસ્ટ ૨૦૨૨થી ઓક્ટો. ૨૦૨૨ સુધીમાં કમિશનની રકમ રૂા.૨૫,૫૩,૫૦૦ ટ્રાન્સફર કરી દીધી અને મુરલીધરને પ્રથમ ૧ કરોડ રૂપિયાની લોન મંજૂરી કરાવી જેનો ચેક બેંકમાં અપૂરતા ફંડને કારણે બાઉન્સ થયો.

ત્યારબાદ મુરલીધરન લોનની રકમ અંગે ગલ્લાતલ્લાં કરવા માંડયો જેથી સચિનને શંકા જતાં તેણે મુરલીધરનને કમિશનની રકમ પરત કરવા જણાવ્યું, જેનો તેણે સાફ ઈન્કાર કરી દીધો. તેથી સચિને તેને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા તેણે કમિશનની સંપૂર્ણ રકમ ધરાવતા બે ચેક સચિનને આપ્યા જે ફરી બાઉન્સ થયા. ત્યારબાદ મુરલીધરને રૂા.૫ લાખ સચિનના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા પરંતુ સચિને બાકીની રકમ માંગતા મુરલીધરને બેશરમીથી મારી પાસે પૈસા નથી, તમને જે કરવું હોય તે કરી લો એવો જવાબ આપતા સચિને ૨૩ માર્ચના મુરલીધરન વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us