થાણે રેલવે પોલીસે ૨૯ વર્ષની એક વ્યક્તિની ચોરી અને એક મુસાફરને ઈજા કરવા બદલ ધરપકડ કરી છે. આરોપીએ ૨૨ વર્ષના એક પૅસેન્જર પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પેસેન્જરનું બૅલૅન્સ જતાં તે ટ્રેક પર પડ્યો હતો. આ ઘટનામાં તેનો એક હાથ કપાઈ ગયો હતો. અંતે આ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ થાણે રેલવે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

નવી મુંબઈના મ્હાપે વિસ્તારની એક સોસાયટીમાં રહેતો અને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો શશિકાન્ત રામ ગુરુવારે રાતે થાણે રેલવે સ્ટેશનથી લોકલમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે આરોપીએ તેનો ફોન છીનવી લેવા તેના ડાબા હાથ પર જોરદાર ફટકો માર્યો હતો. એને લીધે શશિકાન્ત બૅલૅન્સ જતાં ટ્રૅક પર પડ્યો હતો. તેનો હાથ ટ્રેનની વચ્ચેના ગેપમાં ફસાઈ જતાં શશિકાંત ગંભીર રીતે જખમી થયો હતો. બીજી તરફ આરોપી ગણેશ શિંદેએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તહેનાત અધિકારીઓએ તેને પકડી લીધો હતો.શશિકાન્તને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

થાણે જીઆરપીએ ગણેશ શિંદે સામે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી ગણેશ શિંદે રીઢો ગુનેગાર નથી. તેણે દાવો કર્યો હતો કે ઘટનાના દિવસે તે નશામાં હતો અને બાદમાં તેણે ગુનો કર્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us