બિલ્ડર પાસેથી કૂા.164 કરોડની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરવા બદલ પકડાયેલી ગેંગ પાસેથી મુંબઇ પોલીસને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા તપાસવામાં આવતા કેસો સંબંધિત ૨૦૦ થી વધુ ફાઇલો અને અન્ય દસ્તાવેજો મળતા ચકચાર જાગી છે. આરોપીઓ પાસે આ ફાઇલો કેવી રીતે આવી અને ઇડીના કોઇ અધિકારીએ તેમને આ માટે મદદ કરી છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.
ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપીઓએ રિયલ એસ્ટેટ ડેવલપર સામે ઇડીની કાર્યવાહી કરવાની અને પૈસા નહીં આપે તો તેમને મારી નાખવામાં આવશે એવી ધમકી આપી હતી. એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પાસે ૨૦૦થી વધુ ફાઇલો અને કેસોને લાગતા દસ્તાવેજો છે. આ કેસોની ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીઓની પૂછપરછ વખતે ખંડણી મામલામાં ચોંકાવનારી માહિતી મળી હતી. આ ટોળકીએ બિઝનેસમેન અને બિલ્ડરો પાસેથી ઇડીની કાર્યવાહીની ધમકી આપીને કૂા.૧૦૦ કરોડથી વધુની ખંડણી વસૂલી હોવાની પોલીસને સંકા છે.આરોપીઓ પાસેથી મળેલા દસ્તાવેજોમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસના દસ્તાવેજોનો પણ સમાવેશ છે. આ કેસમાં ૩૦ આરોપીના નામ બહાર આવ્યા છે.
ગયા મહિને બાંદરા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૮૬ હેઠળ ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે પણ આ મામલાની તપાસ હાથ ધરી હતી. એફઆઇઆરમાં ઇડીની એક વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું છે.ખંડણીના કેસમાં મુખ્ય આરોપી બિલ્ડર છે. અગાઉ તે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફરિયાદીનો ભાગીદાર હતો, એમ અગાઉ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું હતું.
ફરિયાદીના જણાવ્યા મુજબ તે અને આરોપી બિલ્ડર સંયુક્ત રીતે બાંદરા વિસ્તારમાં જૂની હાઉસિંગ સોસાયટીની બિલ્ડિગનું પુનર્વિકાસ કરી રહ્યા હતા.પરંતુ આરોપીની કામગીરી સંતોષકારક ન હોવાથી સોસાયટીએ ફરિયાદી બિલ્ડરને સમગ્ર જગ્યાના વિકાસના અધિકારો આપ્યા હતા. ફરિયાદીએ ત્યાર બાદ આરોપી બિલ્ડરના તમામ બાકી લેણાં ચૂકવી દીધા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગયા મહિને ફરિયાદીને જાણ થઇ કે આરોપી તેની વિકૂદ્ધ મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા અને ઇડીમાં ફરિયાદ નોંધાવવા જઇ રહ્યો છે. આ મામલો ઉકેલવા ફરિયાદી એક કેફેમાં તેના ભૂતપૂર્વ ભાગીદારને મળ્યો હતો. જ્યાં આરોપીએ કથિત રીતે કૂા.૧૬૫ કરોડની ખંડણીની માગણી કરી હતી. તેણે ફરિયાદી સામે ઇડીની કાર્યવાહી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY