લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના મહત્વના પાંચ શહેરોમાં ભાંગફોડ કરવાનું ષડયંત્ર નકસલવાદીઓએ રચ્યું છે તેવો દાવો નાગપુર પોલીસના ઇસ્પેકટર જનરલ ઓફ પોલીસ (આઇજી) સંદિપ  પાટિલે કર્યો હતો. પોલીસે મુંબઇ, થાણે, પુણે, નાગપુર અને  ગોંદિયા જેવા શહેરો નકસલીઓના ટાર્ગેટ પર હોવાનું જણાવ્યું હતું. પાટિલે વધુમાં જણાવ્યું હતું કે સરકારના વિરોધમાં વાતાવરણ ઉભું જણાવ્યું હતું કે સરકારના વિરોધમાં વાતાવરણ ઉભું કરવા અને સરકાર સામે લોકોમાં અસંતોષ હોવાનું ચિત્ર ઉભું કરવા આ ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. આ સાથે જ આઇજી પાટિલે વધુમાં જણાવ્યું હતું કે નકસલવાદને પ્રોત્સાહન આપતી ૫૪ સંગઠનો અમારા ટાર્ગેટ પર છે.

આઇજી સંદિપ પાટિલે આ ષડયંત્ર વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સીપીઆઇ (માઓવાદી)ના એક ભાગ એવા ચુનાઇટેડ ડ્રંટ દ્વારા સરકાર વિરોધમાં રોષ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. યુનાઇટેડ  ફ્રંટ ખેડૂતો અને વિદ્યાર્થીઓ મારફતે શાસન વિરોધમાં અસંતોષ ઉભો કરવાનું કાર્ય કરી રહ્યો છે. જેને ‘શહેરી માઓવાદ’ પણ કહેવામાં આવે  છે. આ બાબતની એક ગુપ્ત માહિતી મળી છે જેમાં જેમા મુંબઇ, થાણે, પુણે, નાગપુર અને ગોંદિયા જેવા શહેરમાં આ લોકોએ તેમનું નેટવર્ક ઉભું કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ શહેરોમાં શહેરી નકસલવાદના બીજ વાવ વામાં આવી રહ્યા હોવાનું પાટિલે સ્પષ્ટ કર્યું હતું . આ લોકોને ૫૪ સંસ્થાઓ ટેકો આપી રહી છે. આ તમામ ૫૪ સંસ્થાઓ અમારા રડાર પર છે. ઉક્ત તમામ શહેરોમાં આ સંસ્થાઓની મદદથી નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે.

સરકાર વિરોધી વાતાવરણ ઉભું કરવા હિંસક આંદોલન પણ થઇ શકે છે. તેવી જાણકારી પણ પોલીસને મળી છે. આ માટે  પુણેની એક ઝૂંપડપટ્ટીના અમૂક તરુણોને નકસલી ચળવળનું પ્રશિક્ષણ આપવા જંગલમાં મોકલવામાં આવ્યા  છે. પુણે એટીએસના તાબામાં ના નકસલી સંતોષ સેલારે જ આ તરુણોની ભરતી કરી તેમને જંગલમાં પ્રશિક્ષણ માટે મોકલ્યા હતા. જોકે હવે પોલીસને આ બાબતની રજે-રજ માહિતી મળી  જતા નકસલીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. કારણ કે મહારાષ્ટ્ર પોલીસે નકસલીઓના મનસૂબા પર પાણી ફેરવ ી નાંખવાના પ્રયાસે હાથ ધર્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us