શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈની નવેમ્બર ૨૦૨૨માં પ્રમુખ, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી માટે ૭૨ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એમાંથી મુંબઈમાં રહેતા સમાજના ૨૧,૨૫૦ મતદાતાઓએ ૩૧ લોકોને ચૂંટવાના હતા. એમાં એક પ્રમુખ, પાંચ ટ્રસ્ટીઓ અને ૨૫ કારોબારી સભ્યોને ચૂંટવાના હતા. એની સામે એક પ્રમુખપદ માટે બે ઉમેદવારો, પાંચ ટ્રસ્ટી માટે ૧૭ ઉમેદવારો અને કારોબારીના ૨૫ સભ્યો માટે ૫૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. પ્રમુખપદ માટે લડી રહેલા નીતિન ઠક્કરે રઘુવીર પૅનલ અને જિગર ચંદેએ ક્રાન્તિવીર પૅનલની રચના કરતાં નીતિન ઠક્કર અને જિગર ચંદે વચ્ચે આ ચૂંટણી હતી. જોકે થાણે, કલ્યાણ, નવી મુંબઈમાં રહેતા કેટલાક કચ્છી લોહાણા સભ્યોએ હાઈ કોર્ટમાં આ ઇલેક્શન ખોટી રીતે થઈ રહ્યું હોવાનો દાવો કરીને પિટિશન ફાઈલ કરી હતી. એની સામે હાઈ કોર્ટે ઇલેક્શન રદ ન કરતાં ઇલેક્શનનું રિઝલ્ટ જાહેર ન કરવા માટેનો આદેશ આપ્યો હતો. એના પર હાઈ કોર્ટે મતપેટીઓ ચાર અઠવાડિયાં બાદ ખોલીને ઈલેક્શનનું રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

ટ્રસ્ટી પ્રતાપ ઠક્કરે કહ્યું હતું કે ‘નિયમ પ્રમાણે ચૂંટણી નવેમ્બર ૨૦૨૨માં યોજવામાં આવી હતી. દરમિયાન થાણે, નવી મુંબઈ, કલ્યાણ વિસ્તારમાં રહેતા અમુક લોકોએ ચૂંટણી ગેરકાયદે હોવાનું કહીને એની સામે વાંધો લીધો હતો અને હાઈ કોર્ટ પાસે દાદ માગી હતી. આના પર હાઈ કોર્ટે તેમની માગણીને ધ્યાનમાં લઈને ઈલેક્શનને માત્ર બે દિવસ બાકી હતા એટલે ઈલેક્શન કરીને એનું રિઝલ્ટ જાહેર ન કરવા માટે સૂચન કર્યું હતું. જોકે ગઈ કાલે હાઈ કોર્ટે ચાર અઠવાડિયાં બાદ રિઝલ્ટ જાહેર કરવાનો ઑર્ડર આપ્યો છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us