શ્રી મુલુંડ કવિઓ સમાજ એક દશકા પછી ફરીવાર લઈને આવી રહ્યું છે અનોખો રમતોત્સવ પ્રેમ ભેરપો. ભેરપો એટલે સાથે રહેવું, એકબીજામાં ભળવું, એકબીજાની સાથે ભેરપથી રહેવું. પ્રેમ એટલે શેરિંગ ટુ ગેધરનેસ. સમાજના બધા લોકો તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકે એવું આયોજન એટલે પ્રેમ ભેરપો આગામી ૨૩-૨૪ ડિસેમ્બર અને ૬-૭ જાન્યુઆરી ૨૦૨૪ ના કાલિદાસ ગ્રાઉન્ડમાં પ્રેમ ભેરપોનું આયોજન કરવામાં આવશે જેમાં વિવિધ પ્રકારની પ્રાચીન અને અર્વાચીન રમતો રમાશે જેમાં માત્ર કવિઓ સમાજના નાના-મોટા વડીલો બધા જ ભાગ લઈ શકશે તેમ જ ફિટનેસ માટે ન્યુટ્રેશનીસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ વગેરે મુલુંડના નિષ્ણાતો દ્વારા સલાહ સુચન આપવામાં આવશે.

પ્રેમ ભેરપોના ટાઈટલ પ્રયોજક છે પ્રેમ ગ્રુપના પ્રેમજી એમ. ગડા અને અશ્વિન પી. ગડા, પ્લેટિનમ દાતા ધનવલ્લભ પરિવાર-આરતી ગ્રુપ, સહપ્રયોજક શ્રી સુંદરજી મુલજી શાહ, શ્રી પ્રફુલભાઈ ભાણજી પાસડ, સુખ શાંતિ નર્સરી જયેન્દ્રભાઈ કારાણી, પ્રેમ ભેરપોમાં ચાર ટીમ બનાવવામાં આવી છે. આ ચાર ટીમના ઓનર્સ ટીપટોપ પ્લાઝા થાણા, વિકાસ ગ્રુપ કેતન ગડા, દમયંતીબેન મૂરજી ગડા પરિવાર તથા દીપક સુરેન્દ્ર ભેદા.

તાજેતરમાં જ ૨૬ જુને અષાઢી બીજની ઉજવણી નિમિત્તે કાલિદાસમાં યોજાયેલ રંગારંગ કાર્યક્રમ હાલોને આપણા મલકમાં ડાયરોમાં આ પ્રેમ ભેરપોનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેના માટે એક ટાઈટલ ગીત પણ બનાવવામાં આવ્યું છ. પ્રેમભેરપોનું આયોજન સમગ્ર મુલુંડના કવિઓવાસી માટે ઉત્સાહ અને આનંદનું એક પર્વ બની રહેશે. પ્રેમભેરપોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન આગામી ઓગષ્ટ મહિનામાં કરવામાં આવશે તેની વિગતવાર જાણ કરાશે. શ્રી મુલુંડ કવિઓ સમાજ દ્વારા યોજાતું આ ભેરપો આખા સમાજમાં પ્રેરણાદાયક અને લોકપ્રિય ઇવેન્ટ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us