બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પોતાના મહત્વકાંક્ષી ‘મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (નોર્થ)’ માટે એક સમર્પિત કાનૂની સલાહકાર (લીગલ રિટેઈનર) ની નિમણૂક કરવાની યોજના બનાવવામાં આવી છે. આ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સામેલ જટિલ કાનૂની મુદ્દાઓ, જવાબદારીઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને પૂર્વ જોઈન્ટ લો ઓફિસર પ્રીતિ પુરંદરેની નિમણૂક કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે. તેમને માસિક ₹1 લાખના ધોરણે 12 મહિના માટે એટલે કે કુલ ₹12 લાખના રિટેઈનર પર રાખવામાં આવશે.
જટિલ મુદ્દાઓ અને વિવાદોના ઝડપી નિકાલ માટે નિર્ણય
વર્સોવા-દહિસર-ભાયંદર કોસ્ટલ રોડ, જે ગોરેગાંવ-મુલુન્ડ લિંક રોડ સાથે જોડાયેલો છે, તેને કામગીરીની સરળતા માટે કુલ સાત પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો છે. BMC ની દરખાસ્ત અનુસાર, આ પ્રોજેક્ટનું સીધું મોનિટરિંગ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમાં અનેક સ્ટેકહોલ્ડર્સ સામેલ હોવાથી કાનૂની વિવાદો, જવાબદારીઓ અને કોન્ટ્રાક્ટરના દાવો (claims) ઉભા થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ તમામ પ્રશ્નો અને દૈનિક કાનૂની બાબતોને પ્રોજેક્ટની શરૂઆતથી જ સુચારૂ રીતે હેન્ડલ કરવા માટે આ કાનૂની સલાહકારની સેવાઓ લેવામાં આવશે.

આ મુખ્ય કાનૂની અને પર્યાવરણીય પડકારો આવરી લેવાશે:
- કોન્ટ્રાક્ટ વિવાદો અને દાવો: FIDIC (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ) ના આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ ધોરણો મુજબ વિવાદોનું સમયસર નિવારણ.
- જમીન સંપાદન: પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદન સંબંધિત કાનૂની પ્રક્રિયાઓ.
- પર્યાવરણીય મંજૂરીઓ: CRZ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) પરમિશન અને પર્યાવરણને લગતા વિવિધ કાનૂની મુદ્દાઓ.
- મધ્યસ્થતા અને મુકદ્દમા: મધ્યસ્થતા (Arbitration) અને અદાલતી કાર્યવાહી (Litigation) ની બાબતોનું વ્યવસ્થાપન.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



