મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. દેવદયાલ રોડ પર આવેલી ઉપાસની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે પાર્ક કરેલી લક્ઝરી ફોર્ચ્યુનર કારનો કાચ તોડીને અજાણ્યા તસ્કરો અંદર રાખેલા રૂ. 40,000 ની કિંમતના બે લેપટોપ ચોરીને ફરાર થઈ ગયા છે. આ મામલે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મિત્રની ખબર જોવા ગયા અને ઘટના બની
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મુલુન્ડ (વેસ્ટ)ના રહેવાસી 23 સપ્ટેમ્બરના રોજ પોતાના પિતા સાથે ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો એક મિત્ર મુલુન્ડ સ્થિત ઉપાસની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ હોવાથી, તેઓ તેને મળવા માટે રોકાયા હતા. તેમણે પોતાની ફોર્ચ્યુનર કાર હોસ્પિટલની સામે રસ્તા પર પાર્ક કરી હતી અને પિતા-પુત્ર બંને હોસ્પિટલની અંદર ગયા હતા.

કારનો કાચ તોડીને સામાન ગાયબ કર્યો
મિત્રને મળીને જ્યારે પિતા-પુત્ર પરત ફર્યા ત્યારે તેમણે જોયું તો કારની ડાબી બાજુના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો. કારની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અંદર મૂકેલા ₹40,000 ની મત્તાના બે લેપટોપ ગાયબ હતા. કોઈ અજાણ્યા શખ્સે તકનો લાભ ઉઠાવી કાચ તોડીને ચોરીને અંજામ આપ્યો હતો.
મુલુન્ડ પોલીસે તપાસ હાથ ધરી
ઘટના બાદ ફરિયાદીએ તુરંત જ મુલુન્ડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસીને ચોરની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



