ગોલ્ડન એજ ગ્રુપનો અઢારમો કાર્યક્રમ તા. 23 સપ્ટેમ્બર, બુધવારના રોજ વિકાસ સેન્ટર, આર્ય નિવાસ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
જજ્યેષ્ઠ નાગરિકોને વસિયત અંગે ઓછી જાણકારી હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મહત્વના વિષય પર માર્ગદર્શન આપવા માટે યુવા એડવોકેટ સિદ્ધાર્થ દોશીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે ગુજરાતી ભાષામાં કાયદાકીય અને સરળ રીતે દ્રષ્ટાંત સહિત સતત બે કલાક સુધી વસિયતના સમગ્ર માળખા અંગે વિશેષ માહિતી આપી હતી.



તેમના વક્તવ્યથી ઉપસ્થિત સૌને સમજાયું કે વસિયત બનાવવું કેટલું જરૂરી છે. સભ્યોના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપવા બદલ એડવોકેટ સિદ્ધાર્થ દોશી, આર્ય નિવાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સંદિપભાઈ પોપટ અને અંકિતા ડેકોરેટરના શ્રી જીતુભાઈ રાયમંગિયાનો ગ્રુપ વતી દિલથી આભાર માનવામાં આવ્યો હતો.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



