September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

પ્રેમજાળમાં ફસાવ્યા પછી બ્લેકમેઈલ કરનારી મહિલા સહિત ગેન્ગ ઝડપાઈ

આરોપીમાં ભાંડુપની રહેવાસી પૂનમ બસંતલાલ મૌર્યા, સમીર સદાનંદ માંજરેકર, થાણે કિસનનગરનો આદિત્ય જયપ્રકાશ ગુપ્તા અને મુલુંડના રાહુલ અશોક યાદવનો સમાવેશ

થાણેમાં શ્રીનગર ખાતે ચશ્માંના દુકાનદારને પ્રેમજાળમાં સપડાવ્યા પછી બ્લેકમેઈલ કરનારી મહિલા સહિતની ગેન્ગને પોલીસે ઝડપી લીધી છે. બ્લેકમેઈલથી કંટાળીને વેપારીએ હિંમત કરીને પોલીસ ફરિયાદ કરતાં ગેન્ગને સળિયા પાછળ ધકેલવામાં આવી છે. આરોપીમાં ભાંડુપની રહેવાસી પૂનમ બસંતલાલ મૌર્યા ઉર્ફે પૂનમ સમીર માંજરેકર (27), સમીર સદાનંદ માંજરેકર, થાણે કિસનનગરનો આદિત્ય જયપ્રકાશ ગુપ્તા અને મુલુંડના રાહુલ અશોક યાદવનો સમાવેશ થાય છે. આરોપીઓએ આ રીતે અન્ય વેપારીઓને પણ બ્લેકમેઈલ કર્યા હોવાની શંકા છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

મે 2022માં વાયફાય કનેકશનનો ઉપયોગ તાકીદનાં કામ માટે કરવાનો છે એવી વિનંતી સાથે પૂનમ અને આદિત્ય વેપારીની દુકાને આવ્યાં હતાં. વેપારીએ હા પાડી, જે પછી પૂનમે વેપારી સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો. શરૂઆતમાં ગૂડ મોર્નિંગ, ગૂડ નાઈટના મેસેજ મોકલવા લાગી. વેપારીએ પણ રિપ્લાય આપતાં મૈત્રી વધારી, જે પછી મારો પતિ મને બહુ ત્રાસ આપે છે, ખર્ચના પૈસા આપતો નથી, કપડાં આપતો નથી, બે સંતાનની સંભાળ કરવાનુ મુશ્કેલ છે એમ કહીને વેપારીની દયા મેળવી.વેપારીએ પણ નવાં કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદી કરી આપી, પૈસા આપ્યા.

1 એપ્રિલે રાત્રે 10 વાગ્યે અચાનક પૂનમે આવીને મને હમણાં જ કપડાં ખરીદી આપ એવો આગ્રહ કર્યો. વેપારી સ્કૂટર પર તેની સાથે નીકળ્યો ત્યાં સમીરે તેમને આંતર્યા. મારી પત્ની સાથે અનૈતિક સંબંધ રાખે છે. હવે તને છોડીશ નહીં એમ કહીને ધમકી આપી અને બંનેના ફોટો પાડી લીધા. આ પછી ફોટો કુટુંબીઓને આપીને બદનામી કરીશ એવી ધમકી આપી સમયાંતરે રૂ. 6.90 લાખ પડાવી લીધા. 12 મેએ ફરીથી ફોન કોલ કરીને રૂ. 50,000 આપીને છેલ્લી પતાવટ કરીએ એમ આરોપીએ કહ્યું. વેપારીએ તેમને પૈસા લેવા બોલાવ્યા પરંતુ બીજી બાજુ શ્રીનગર પોલીસને જાણ કરી. પોલીસે છટકું ગોઠવ્યું. આરોપીઓ પૈસા લેવા આવતાં જ તેમને ઝડપી લેવાયા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us