ઘાટકોપર (ઈસ્ટ) વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વધુ વ્યાજની લાલચ આપીને એક વૃદ્ધ કચ્છી વેપારી સાથે ૭ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. પંતનગર પોલીસ સ્ટેશનમાં જાણીતી સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કના એક કર્મચારી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુ વ્યાજ મેળવવાની લાલચ ભારે પડી
ઘાટકોપર-ઈસ્ટના સંત જ્ઞાનેશ્વરનગરમાં રહેતા ૭૨ વર્ષીય કચ્છી વેપારીને આરોપી બેંક કર્મચારીએ સંપર્ક કર્યો હતો. તેણે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ખૂબ જ આકર્ષક વ્યાજ દર અપાવવાની ખાતરી આપી હતી. કર્મચારીના ઝાંસામાં આવીને વેપારીએ તેને ૭ લાખ રૂપિયાની રોકડ રકમ સોંપી દીધી હતી. વિશ્વાસ જીતવા માટે કર્મચારીએ બેંકના નામે એક રસીદ પણ આપી હતી, જે બાદમાં બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

આ રીતે થયો છેતરપિંડીનો ખુલાસો
સમગ્ર ઘટના પરથી પડદો ત્યારે ઊંચકાયો જ્યારે વેપારીના જમાઈએ બેંકની ઓફિશિયલ ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન પર ખાતું ચેક કર્યું. એપ્લિકેશનમાં ૭ લાખ રૂપિયાની કોઈ એન્ટ્રી કે એફડી દર્શાવતી ન હતી. શંકા જતાં જમાઈ તરત જ બૅન્કની મુખ્ય શાખા (બ્રાન્ચ) ખાતે પહોંચ્યા હતા.
બ્રાન્ચમાં તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું કે વેપારીના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નથી અને જે રસીદ આપવામાં આવી હતી તે સાવ નકલી છે. વધુમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ આચર્યા બાદ આરોપી કર્મચારી પોતાના મૂળ વતન ભાગી ગયો છે.
પોલીસ કાર્યવાહી શરૂ
પીડિત વેપારીની ફરિયાદના આધારે પંતનગર પોલીસે નકલી રસીદ બનાવવી, છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. વતન નાસી છૂટેલા આરોપી કર્મચારીને પકડી પાડવા માટે પોલીસની એક ટીમ રવાના કરવામાં આવી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
